તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:વાહનોના પુરાવાઓ સમય મર્યાદામાં અપલોડ કરો, RTO

ભાવનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પુરાવાઓ અપલોડ કરવાથી સમયસર થશે નિકાલ
 • વર્ષ 2019-20માં અરજદારોએ જરૂરી પુરાવાઓ સમયસર અપલોડ ન કરતા 145 અરજીઓ પેન્ડીંગ

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભાવનગર દ્વારા વર્ષ 2019-20 દરમિયાન વિવિધ પુરાવા અપલોડ નહીં કરવાના કારણે ફેસલેસ સેવાની 145 જેટલી અરજીઓ પેન્ડીંગ રખાઇ હતી જેથી આરટીઓ દ્વારા અરજદારોને અપિલ કરાઇ છે કે ફેસલેસ સેવા અંતર્ગત જરૂરી પુરાવાઓ નિયત સમય મર્યાદામાં વેબસાઇટ પર અપલોડ કરવાથી અરજીઓનો સમયસર નિકાલ કરી શકાય.આર.ટી.ઓ. કચેરી ભાવનગર ખાતે લોન રદ કરવા, ડુપ્લિકેટ આર.સી.બુક મેળવવા, આર.સી. પર્ટીક્યુલર સહિતની ફેસલેશ સેવા માટે અરજદારો દ્વારા વર્ષ 2019-20 માટે રજૂ કરાયેલ અરજીઓ પૈકી અરજદારો દ્વારા જરૂરી પુરાવાઓ સમયસર અપલોડ ન થવાના કારણે 145 જેટલી અરજીઓ પેન્ડિંગ રહેલ છે.

આથી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે કે અરજદારોએ પોતાના વાહનોની બાકી કામગીરી માટેના સાધનિક પુરાવાઓની સત્વરે પૂર્તતા કરવી જેથી બાકી અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરી શકાય. અરજદારોએ હાઇપોથીકેશન રદ કરવા માટે માલિકીના પુરાવા તરીકે આધારકાર્ડ અથવા ઇલેક્શન કાર્ડ, સહી સિક્કા સાથે ફોર્મ-35, માન્ય વીમા પોલિસી, લોન કેન્શલ અંગેનુ પ્રમાણપત્ર, તથા માન્ય પી.યુ.સી. અપલોડ કરવાનું રહેશે.

જ્યારે ડુપ્લીકેટ રજિસ્ટ્રેશન બુક માટે પોલીસનો દાખલો અથવા રજિસ્ટ્રેશન બુક, માલિકી પુરાવા તરીકે આધાર કાર્ડ અથવા ઇલેક્શન કાર્ડ, માન્ય વીમા પોલિસી તેમજ માન્ય પી.યુ.સી.આર.ટી.ઓ.ની બસાઇટ https://parivahan.gov.in પર જઈ અપલોડ કરી શકશે.તેમજ વધુ માહિતી માટે આર.ટી.ઓ. કચેરી ભાવનગરનો સંપર્ક કરવા જણાવાયું છે. તાજેતરમાં આર.ટી.ઓ દ્વારા વર્ષ 2019-20 માં 145 અરજીઓ અરજદાર દ્વારા કોઇના કોઇ આધાર પુરાવાઓ અપૂરતા જણાતા અરજીઓ પેન્ડીંગ રખા હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો