તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓટીઝમ અવેરનેસ ડે:બાળકોનું અસામાન્ય વર્તન લોકડાઉનમાં પ્રકાશમાં, ઓટીઝમના 250થી વધુ દર્દીઓ ભાવનગરમાં

ભાવનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

સમગ્ર વિશ્વમાં કોરોના નો રોગચાળો ફેલાવવાના પગલે લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેથી લોકો પોતાના પરિવાર સાથે ઘરમાં રહેવા મજબૂર હતા. આ સમયગાળા દરમિયાન માતા પિતા પોતાના બાળકો સાથે 24 કલાક હતા અને તેમનું નિરીક્ષણ કરી શકે એમ હતા. જેના પરિણામે બાળકોના વર્તન અને આખો દિવસ બોલવાની, ચાલવાની, કોઈપણ વસ્તુ પર પ્રતિક્રિયા વગેરે જોઈ શક્યા. જેમ જેમ ઓટીઝમ માટે લોકોમાં જાગૃતિ આવે છે તેમ તેમ તેના વધુ કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ છેલ્લા ડિસેમ્બર મહિનાથી ઓટીઝમ નાં દર્દીઓ વધી રહ્યા છે. અત્યારે ભાવનગર માં 250 ઓટીઝમ નાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

ડેવલપમેન્ટ સ્ક્રીનીંગ બાળક નાં જન્મ પછીના અમુક મહિનાઓ સુધી કરવામાં આવતું હોય છે જેમાં બાળકનો સામાન્ય વિકાસ થઈ રહ્યો છે કે નહિ તે ચેક કરવામાં આવે છે. અમુક ઉંમર પછી બાળક નાં વર્તન માં ફેરફાર ધ્યાનમાં આવે અને માતા પિતા તેને બાળકોના ડોકટર પાસે લઈ જાય પછી મનોચિકિત્સક ની સલાહ પણ લેતા હોય છે. ઓટીઝમ નાં બાળકોને જો યોગ્ય સારવાર ન મળે તો તેઓ આસપાસ નાં વાતાવરણ માંથી ખોટું શીખીને તેનું અનુકરણ કરવાનું શરૂ કરે છે.

ઓટીઝમ શું છે ?
ઓટીઝમ એક વર્તન અને સામાજિક ન થઈ શકવાનો રોગ છે. જેમાં વ્યક્તિ ને સામાજિક તર્ક વિતર્ક નાં પ્રશ્નો હોવા મળે છે. દર્દીઓ એકની એક હાથ પગનાં હલનચલન એકથી વધુ વાર કરતા હોય છે. મોટાભાગે તે 6 મહિનાથી લઈને 2 વર્ષ નાના બાળકોમાં દેખાવા લાગે છે. આ રોગ થી પીડાતા બાળકોમાં વાતચીત, વર્તન - વ્યવહાર અને પ્રતિક્રિયા કરવાની ખામીઓ મુખ્ય છે.

ઓટીઝમ દીકરા અને દીકરી બંનેને થાય છે
સમાજ માં એક એવી માન્યતા છે કે ઓટીઝમ દીકરાઓ ને જ થાય છે. પરંતુ એવું નથી ઓટીઝમ દીકરા અને દીકરી બંને ને થઈ શકે છે. ઓટીઝમ માટે સો ટકા કામ કરતી કોઈ દવા ઉપલબ્ધ નથી. 2007 થી ઓટીઝમ ને ન્યૂરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર તરીકે સ્વીકારવામાં આવ્યો છે. ઓટીઝમ થી પીડિત ઘણા બાળકોને ગંભીરતા વધતા સ્પેશિયલ સ્કુલ માં દાખલ કરવા પડે છે. બાકીના તમામ બાળકો સામાન્ય જીવ જીવી શકે છે. આ રોગમાં પરિવાર અને થેરાપિસ્ટ નો બાળકને સપોર્ટ ખૂબ જરૂરી છે. - ડો. ધવલ સોલંકી , ચાઈલ્ડ ન્યુરોલોજિસ્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો