કમોસમી વરસાદ:ભાવગનર જિલ્લામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ, માવઠાંથી ખેડૂતોમાં ચિંતા

ભાવનગરએક વર્ષ પહેલા
ભાવનગર પંથકમાં વહેલી સવારથી માવઠું વરસી રહ્યું છે - Divya Bhaskar
ભાવનગર પંથકમાં વહેલી સવારથી માવઠું વરસી રહ્યું છે
  • ભાવનગર શહેર અને જિલ્લાના સિહોર, ઘોઘા સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી હતી. ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. આગાહી અનુસાર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને સવારથી વરસાદ પડી રહ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં પણ માવઠાંની અસર જોવા મળી રહી છે અને અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

આખી રાત ઝરમર વરસાદ વરસતો રહ્યો હતો
આખી રાત ઝરમર વરસાદ વરસતો રહ્યો હતો

આખી રાત ઝરમર વરસાદ
માવઠાંની આગાહી વચ્ચે ગઇકાલે બપોરથી કમોસમી વરસાદ પડવાની શરૂઆત થઇ હતી. આખી રાત ઝરમર વરસાદ વરસતો રહ્યો હતો અને વહેલી સવારથી પણ ધીમીધારે સતત વરસાદ પડી રહ્યો છે. શિયાળા દરમિયાન ચોમાસા જેવું વાતાવરણ થતાં જનજીવનને અસર થઇ છે. કેટલાક સ્થળે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લાના સિહોર, ઘોઘા સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

ખેડૂતોની ચિંતામાં વધારો
મોડી રાતથી સતત વરસાદ ધીમી ધારે માવઠું વરસતા શિયાળુ વાવેતરને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને છે. જિલ્લામાં ખેડૂતોએ ડુંગળી, ઘઉં, જુવાર, સહિતના પાકોનું ભરપૂર વાવેતર કર્યું છે. તેવામાં સવારથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...