તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્કેટવોચ:અષાઢી બીજ ફળી : 8 કરોડના વાહનો વેચાયા

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં દ્વી-ચક્રીય, ફોર વ્હીલર વાહનના શો-રૂમમાં શુભ મુહૂર્તમાં ઘરાકી નીકળી : 410 સ્કૂટર અને 60 મોટરકારનું વેચાણ

દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા અષાઢી બીજ, ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ આ વર્ષે શહેરમાં 36મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ત્યારે ભાવનગર ખાતે અષાઢી બીજ વણનોતરર્યુ મુર્હુત હોય લોકોએ દ્વી-ચક્રીય અને ફોર વ્હીલ વાહનોની આ મંદિના સમયમાં જોરદાર ખરીદી કરી હતી.આજના દિવસે નવ કરોડના દ્વી-ચક્રીય અને ફોર વ્હીલ વાહનોન વેચાણ જોવાયુ હતુ.

અષાઢી બીજના દિવસે 60 ફોર વ્હીલ અને 410 દ્વી-ચક્રીય વાહનોનુ વેચાણ નોંધાયુ હતુ. આજે અલ્ટોથી લઇને ફોચ્યુનર રૂા.5 લાખથી લઇને 40 લાખની કારનુ વેચાણ થયુ હતુ.ભાવનગર ખાતે દ્વી-ચક્રીય અને ફોર વ્હીલર વાહનોના શો-રૂમોને વધારે વેચાણની આશા હતી પણ આજે શહેરમાં રથયાત્રાને અનુલક્ષીને મોટા ભાગના વિસ્તારો બંધ કરી દેતા લોકો મુશકેલીમાં મુકાય હતા અને બપોર પછી પોતાનુ વાહન લેવા શો રૂમ પર આવ્યા હતા.

મોટા ભાગના લોકો કોરોના વાયરસના કારણે સોશ્યલ ડિસ્ટન્સ રાખવા માટે દ્વી-ચક્રીય અને ફોર વ્હીલર વાહનોની ખરીદી કરવા પ્રેરાતા બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.રથયાત્રાના દિવસોમાં લોકો નવુ વાહન ખરીદી છે તેના કારણે ઓટોમોબાઇલ્સ માર્કેટમાં તેજી આવી છે. ઇર્ટનલ શો રૂમના ઉત્તમભાઇ ભાવસારે પણ જણાવ્યુ હતુ છે. બજારમાં વેગ જોવા મળ્યો છે. અને અમારી આશા વધુ વેચાણની હતી જે ગઇકાલે રથયાત્રાને અનુલક્ષીને મોટા ભાગના વિસ્તારો કોર્ડન કરતા લોકો મોડેથી ડીલીવરી લેવા આવ્યા હતા અને મોડેથી વરસાદ શરૂ થતા વેચાણ ધારણા કરતા ઓછુ નોંધાયુ છે.

આમ ગત વર્ષે કોરોનાકાળ દરમિયાન મંદીનો માહોલ હતો તેમની તુલનામાં આ વર્ષે કોરોનાની બીજી લહેર શમી જતા આ વર્ષે વાહનોની ખરીદીમાં ગત વર્ષની તુલનામાં વધારો જોવા મળ્યો હતો. તેજીના આ માહોલથી વેપારીઓ ખુશખુશાલ હતા.

ધારણા કરતા બજારમાં રોનક જોવા મળી
બજારમાં રથયાત્રાના દિવસે વેચાણ વધારે જ હોય છે. પણ છેલ્લા વર્ષથી ચાલી રહેલી મંદિમાં પણ અમોને સારો રિસ્પોન્સ મળ્યો છે. > અમરીશભાઈ પંડીત,પટેલ હુન્ડાઈ

ગયા વર્ષની તુલનામાં સારૂ વેચાણ થયુ હતુ
નાની કારો સાથે લકઝરી કારના શોખનો હોય છે. ત્યારે આ વર્ષે ઇનોવા 5 અને રૂા.40 લાખની ફોચ્યુનર કાર 2નુ વેચાણ થયુ હતુ અને બજારમાં ધીમે ધીમે તીજી આવી રહી છે. > રવિકાંત ચુડાસમા, જય ગણેશ ઓટો

અન્ય સમાચારો પણ છે...