ભાવનગર શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આવતી કાલ તા.5 જાન્યુઆરીને ગુરૂવારે બપોરે 3.30 કલાકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ઉપક્રમે રેલીનું આયોજન જશોનાથ ચોકથી કલેકટર કચેરી સુધી કરવામાં આવ્યું છે. આ રેલી માટે લોકોમાં સ્વયંભૂ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ તો ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાંથી હિન્દુઓને ફરજિયાત ઘર વહેંચી બીજા સ્થળે રહેવા જવુ પડે છે. જેને પરિણામે શહેરની કોમી - એખલાસતાનો માહોલ ખરાબ થઇ રહ્યો છે.
આ સંજોગોમાં અશાંત ધારો લાગુ પડે તો નગરજનો સુરક્ષા મહેસુસ કરી શકે. આથી અશાંત ધારો લાગુ થાય તો કોમી એખલાસ જળવાઇ રહે. તો હિન્દુઓને આ રેલીમાં હાજર રહેવા આહવાન કરાયું છે. ભાવનગર શહેરમાં આવતી કાલ ગુરૂવારે નીકળનારી આ રેલીને ભાવનગર જૈન શ્વેતાબંર મૂર્તિપૂજક તપાસંઘ દ્વારા સમર્થન આપી જૈન સમાજ માટે આ ધારો લાગુ થાય તે જરૂરી હોય સમાજના લોકોને આવતી કાલે હાજર રહેવા જણાવાયુ઼ છે.
શહેરમાં હાલ ક્રેસંટ, ગીતાચોક, મેઘાણીસર્કલ, ઘોઘાસર્કલ, ભગાતળાવ, શિશુવિહાર, પ્રભુદાસ તળાવ, મુની ડેરી, તિલકનગર, ઘોઘા સર્કલ, આનંદનગર, રાણીકા, વડવાનો સમગ્ર વિસ્તાર, દેવુબાગ, વિદ્યાનગર, કુંભારવાડા, ધોબી સોસાયટી, પાનવાડી, મામા કોઠા રોડ, દીવાનપરા રોડ, કાછીયાવાડ, વોરા બજાર, ભાદેવાની શેરી જેવા અનેક વિસ્તારોમાં હિન્દુઓને ફરજિયાત ઘરને વહેંચી બીજા સ્થળે રહેવા જતા રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
હિન્દુ બહુમતી વિસ્તારોમાં એકાદ બે મિલકતની ખરીદી કર્યા બાદ બાકીની મિલકતો માનસિક ત્રાસ આપીને ખાલી કરાવવામાં આવે છે. આ સંજોગોમાં જો અશાંત ધારો લાગુ કરવામાં આવે તો જે તે વિસ્તારની મિલકતના વેચાણ દસ્તાવેજ પહેલા કલેકટરની મંજુરી લેવાની હોય છે અને કલેકટર જે તે વિસ્તારની બહુમતી વસ્તીને અનુરૂપ વેચાણ છે કે નહી તે નિર્ણય લઈ મંજુરી આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.