તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમ:આજથી ભાવનગરમાં મંદિરો, હોટલ-રેસ્ટોરન્ટ, જિમ અને બગીચા અનલોક

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લારી-ગલ્લા-દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે
  • સરકારની ગાઇડ લાઇન મુજબ હોટલ-રેસ્ટોરન્ટમાં સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી 50% ટકા ગ્રાહકો સાથે શરૂ કરી શકાશે

કોરોના કુણો પડી ગયો છે ત્યારે ભાવનગરમાં આવતી કાલ તા.11ને શુક્રવારથી મંદિરો તથા હોટલ-રેસ્ટોરન્ટ, જિમ અને બગીચા કોરોનાની ગાઇડલાઇનને અનુસરી ખોલવાની કરવાની જાહેરાત કરવામાં આવી છે. 11 જૂનથી 26 જૂન સુધી હોટલ-રેસ્ટોરન્ટમાં સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી કુલ ક્ષમતાના 50% ટકા ગ્રાહકો સાથે શરૂ કરી શકાશે. સાથે જ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. એસટી સહિતની બસ સેવાઓ પણ ક્ષમતાના 60 ટકા પેસેન્જરો સાથે દોડી શકશે.નવી ગાઇડ લાઇન મુજબ રાજકીય-ધાર્મિક કાર્યક્રમો તથા બેસણામાં મહત્તમ 50 લોકો ભાગ લઈ શકશે.

લારી-ગલ્લા, દુકાનો તથા ઑફિસોના સમયમાં પણ એક કલાકનો વધારો થયો છે. હવે સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી દુકાનો-ઑફિસો ખુલ્લા રાખી શકાશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું હતું કે દરેક જગ્યાએ માસ્ક સહિતના સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકપણે પાલન કરવાનું રહેશે.રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે. આમ આવતી કાલથી નવી ગાઇડ લાઇન અમલમાં આવી જશે.

જીમ 50 ટકા કેપેસિટી સાથે ચાલુ કરી શકાશે
લાઇબ્રેરી અને જીમ 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખી શકાશે લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે.

ભાવનગરમાં હજી શું બંધ રહેશે ?
શૈક્ષણિક સંસ્થાઓ, સિનેમા ઘરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, સ્પા, સ્વિમિંગ પૂલ, કોચિંગસેન્ટરો, અઠવાડિક ગુજરી બજાર, હાટ બંધ રહેશે.

વ્યાપારિક ગતિવિધિ 1 કલાક વધુ ખુલ્લી રહેશે
તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...