તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ગેર કાયદેસર દબાણ કરનાર પતિ-પત્નીનો વેપારી પર હુમલો

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

તા. 24/11 ના રોજ રૂવાપરી રોડ પર મંગલમ એન્ટ્રપ્રાઇઝના માલીક મીતભાઇ રાજુભાઇ ભાયાણીની લકઝરીયસ કાર ઉપર આ જ વિસ્તારમાં ગેર કાયદેસર દબાણ કરી રહેતા જગદીશ સોલંકી તથા તેના પત્નિ ભાવુબેન સોલંકી દ્વારા હુમલો કરી નુકસાન પહો઼ચાડ્યું હતુ. ત્યારબાદ તા.26/11 ના રોજ ઉપરોકત દંપતિ દ્વારા મીતભાઇને તેમની ફેકટરી નજીક ઉભા રાખી જીવલેણ હથિયારો વડે હુમલો કરાયો હતો.જે બન્ને બાબતે તેઓએ બી.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે રૂવાપરી વેપારી એસોસીએશન દ્વારા કલેકટરને લેખીતમા કરાયેલ રજુઆતમા જણાવાયું છે કે આ વિસ્તારમા છેલ્લા કેટલાક સમયથી દારૂ,ખંડણી, ગેર કાયદેસર દબાણો સહિતની પ્રવૃતિઓ ફૂલી ફાલી છે. જેને તાત્કાલીક ડામી દેવામા આવે. અને આ વિસ્તારમા પોલીસ પેટ્રોલીંગ વધારવામા આવે તેવી માંગ કરાઇ છે. એસો. દ્વારા જણાવાયું છે કે આ વિસ્તારમાં આવેલા 30 ફૂટના જાહેર રસ્તા પર ભાવુબેન તથા તેના પતિ જગદીશ સોલંકી દ્વારા દબાણ કરી ગેર કાયદેસર રહે છે.એસો. દવ્ારા એવુ પણ જણાવાયું છે કે વેપારી પર તથા તેમની કાર પર હુમલાની ઘટનાના તેઓ પાસે સીસીટીવી કૂટેજ પુરાવા પણ છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા તેમજ દબાણ હટાવ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી આવાવ તત્વોને જબ્બે કરવા અને પોલીસ પેટ્રોલીંગ વધારવા પણ પત્રમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...