ભાદરવો ભરપૂર:ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ, શહેરમાં સવા ઈંચ અને ઘોઘામાં એક ઈંચ વરસાદ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયો
  • શહેરમાં ભાદેવા શેરીમાં મકાન ધરાશાયી થયું હતું, જોકે સદનસીબે જાનહાની સર્જાઈ ન હતી

ભાવનગર શહેર અને જિલ્લામાં ભાદરવા મહિનાના પ્રારંભથી મેઘ મહેર શરૂ થઈ ગઈ હતી. અષાઢ અને શ્રાવણ માસમાં વરસાદની ખાસ્સી ઘટ રહ્યાં બાદ ભાદરવા માસમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં આજે સોમવારે સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે.

ભાવનગરમાં સવારે 6 થી 10 કલાકમાં 33 મિ.મી વરસાદભાવનગર સહિત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ઘોઘામાં 10 મિ.મી, મહુવામાં 4 મિ.મી, ભાવનગરમાં 40 મિ.મી, વલ્લભીપુરમાં 07 મિ.મી, સિહોરમાં 5 મિ.મી વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લામાં સવારે 6 થી 10 કલાકમાં ભાવનગરમાં 33 મિ.મી, ઘોઘામાં 23 મિ.મી, ઉમરાળામાં 3 મિ.મી, વલ્લભીપુરમાં 3 મિ.મી, સિહોરમાં 3 મિ.મી વરસાદ વરસી ગયો હતો. ગત મોડીરાત્રી શરૂ થયેલા વરસાદ પગલે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેમાં કુંભારવાડા, કરચલીયા પરા, પોપટનગર ઇન્દીરાનગર, સુભાષનગર, ઘોઘાસર્કલ, કળિયાબીડ સહિતના વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા.

કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયુંભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું. કુંભારવાડા વિસ્તારના લોકોને શહેર તરફ આવવા જવા માટે માત્ર એક રસ્તો એવો કુંભારવાડા અંદર બ્રિજમાં પાણી ભરાઇ જતાં રેલવે ક્રોસિંગ ખાતે ફાટક બંધ થતાં મસ મોટો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. તંત્રની બેદરકારીથી દર ચોમાસે અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રીતે સર્જાય છે.

શેરીમાં મકાન ધરાશાયીભાવનગર શહેરમાં સતત ત્રણ દિવસે વરસાદના આગમનને પગલે આજે સોમવારે સવારે ભાદેવા શેરીમાં મકાન ધરાશાયી થયું હતું. જોકે સદનસીબે જાનહાની સર્જાઈ ન હતી, મકાન પડવાને લઈ રોડ પર પડેલો ઇમલો સ્થાનિક લોકોએ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો.

જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઘોઘામાં પડ્યો હતોઆ વર્ષે અષાઢ તથા શ્રાવણ માસ કોરા ધાકોડ વિતતા લોકોમાં ઘેરી નિરાશા સાથે દુષ્કાળનો ભય ફેલાયો હતો. પરંતુ ભાદરવા મહિનાના પ્રારંભ સાથે જ કુદરતની કપરી કસોટીનો જાણે અંત આવ્યો હોય તેમ છેલ્લા 6 દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. આ વરસાદી માહોલને પરિણામે ભાવનગર શહેરમાં શનિવારે રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ગણતરીના કલાકોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઘોઘામાં પડ્યો હતો. ઘોઘામા સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો, જયારે જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં એકથી લઈને અઢી ઇંચ જેવો વરસાદ થતાં નદીઓમાં પુર આવ્યાં હતાં.

ભાદરવા માસે સામાન્યત: ખંડવૃષ્ટિ થતી હોય છે, પરંતુ આ વર્ષે ભાદરવા માસે અષાઢી મેઘ મંડાયા છે. ગાજવીજ સાથે શરૂ થતો વરસાદ અષાઢી માહોલ સર્જે છે. રવિવારે પણ વરસાદ કટકે કટકે શરૂ રહ્યો હતો. જિલ્લામાં જેસર તાલુકામાં રવિવારે સાંજ સુધીમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. આ વરસાદ રાહતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. આજે સોમવારે પણ સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...