મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કર્મચારી પરિવાર દ્વારા શામળદાસ આર્ટસ કોલેજના યજમાન પદે યુનિવર્સિટી સ્ટાફ ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવેલ. જેમાં આજે શામળદાસ આર્ટસ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સેમિફાઈનલ અને ફાઈનલ મેચ હતી. સેમિફાઈનલમાં પ્રથમ મેચ યુનિવર્સિટી એ અને એમ.જે. કોલેજ ઓફ કોમર્સ વચ્ચે રમી હતી અને યુનિવર્સિટી એ ટીમનો વિજય થયો હતો.
અને બીજીસેમિફાઈનલ યુનિવર્સિટી બી અને સર પી. પી. ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ વચ્ચે ખેલાઇ હતી અને યુનિવર્સિટી બી ટીમનો વિજય થયો. અંતે યુનિવર્સિટી એ અને યુનિવર્સિટી બી ટીમ વચ્ચે ફાઈનલમેચમાં દમદાર ખેલાડીઓ વચ્ચે રસાકસ્સીથી રમી હતી.
ફાઈનલ મેચમાં યુનિવર્સિટી એ ટીમે ટોસ જીતીને બેટીંગ પસંદ કરીને 15 ઓવરમાં 162 રનનો રેકોર્ડ બ્રેક સ્કોર યુનિ.બી ટીમ સામે નોંધાવ્યો હતો. જવાબમાં યુનિ. બી ટીમ 113 રનમાં સમેટાઈ ગઈ હતી અને યુનિવર્સિટી એ ટીમનો 49 રને ભવ્ય વિજય થયો હતો.
મેચ પૂર્ણ થતા યુનિવર્સિટી કર્મચારી પરિવાર દ્વારા શિલ્ડો એનાયત કરીને વિવિધ ખેલાડીઓ પ્રોત્સાહિત કર્યા હતાં. બેસ્ટ બેટમેન અજય બારડ, બેસ્ટ બોલર ધર્મેન્દ્ર સરવૈયા અને મેન ઓફ ધ સીરીઝ પ્રણવ અંધારિયા જાહેર થયા હતાં, તેઓને શિલ્ડ ઈ.સી. સભ્ય પ્રો. આઈ. આર. ગઢવી, આચાર્ય ડૉ. જે.બી. ગોહિલ, શા.શિ. નિયામક ડૉ. દીલીપસિંહ ગોહિલ, નાયબ કુલસચિવ ડૉ. ભાવેશભાઈ જાની, કોર્ટ સભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ અને રવિન્દ્રસિંહ સરવૈયા, પ્રમુખ એ. આર. ગોહિલ અને મંત્રી ચિરાગભાઈ જોશી દ્વારા એનાયત કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનહર ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.