આયોજન:24 વિષયો સાથે 25 સપ્ટેમ્બરે યુનિ. દ્વારા લેવાશે Ph.D. એન્ટ્રન્સ ટેસ્ટ

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • 15 સપ્ટેમ્બરથી એડમિટ કાર્ડ મળી શકશે
  • તા. 13 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન​​​​​​​ અરજી થશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન તા.25 સપ્ટેમ્બરના રોજ કરાયું છે. જેમાં જુદા જુદા 24 વિષયો માટે વિદ્યાર્થીઓ પીએચડી માટે પરીક્ષા આપી શકશે. આ પરીક્ષામાં નામ નોંધણી માટે તા.13 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન એપ્લિકેશન કરી શકાશે. ભાવનગર ખાતે આ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે એડમિટ કાર્ડ તા.15 સપ્ટેમ્બરથી મળી શકશે. જે ઉમેદવારે યુનિ.ની વેબસાઇટ પરથી પોતે પ્રિન્ટ કરીને મેળવી લેવાની રહેશે.

યુનિ. દ્વારા પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન 25 સપ્ટેમ્બરે કરાયું છે. આ પરીક્ષામાં આ વર્ષે કુલ 24 વિષયો છે. જેમાં મેડિસીન ફેકલ્ટીમાં ડર્મોટોલોજી-લેપ્રસી-વેનેરોલોજી, ફિઝિયોલોજી અને બાયો કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે. સાયન્સ ફેકલ્ટીમાં કેમેસ્ટ્રી, કમ્પ્યૂટર સાયન્સ, મેથેમેટિક્સ, ફિઝીક્સ, જીઓ-ફિઝીક્સ, સ્ટેટેસ્ટીક્સ, બોટની અને મરિન બાયોલોજીનો સમાવેશ થાય છે.

રૂરલ સ્ટડિઝમાં રૂરલ સ્ટડિઝનો સમાવેશ થાય છે. વાણિજ્ય વિદ્યાશાખામાં કોમર્સનો સમાવેશ થાય છે. ફેકલ્ટી ઓફ એજ્યુકેશનમાં એજ્યુકેશન અને ફિઝીકલ એજ્યુકેશનનો સમાવેશ થાય છે. ફેકલ્ટી ઓફ આર્ટસમાં ઇકોનોમિક્સ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, સાયકોલોજી તથા સોશિયોલોજીનો સમાવેશ થાય છે. ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટમાં મેનેજમેન્ટ તેમજ ફેકલ્ટી ઓફ હોમિયોપેથિકમાં હોમિયોપેથિકનો સમાવેશ થાય છે.

આ પરીક્ષાના વિષયની જરૂરિયાત મુજબ ગુજરાતી, અંગ્રજી કે હિન્દી ભાષામાં લેવામાં આવશે. ઉમેદવારે તેના પીએચડીના વિષયમાં માસ્ટર ડિગ્રી કે તેની સમકક્ષ ડિગ્રી મેળવી હોવી ફરજિયાત છે. માસ્ટર ડિગ્રી 55 ટકા કે તેને સમકક્ષ ગ્રેડ સાથે પાસ કરી હોવી જરૂરી છે. અનામત કક્ષાએ પાંચ ટકાની છૂટ આપવામાં આવી છે.

પીએચડીની પ્રવેશ માટેની પરીક્ષા પદ્ધતિ
આ પરીક્ષા બે સેશનમાં લેવાશે. જેમાં પ્રથમ સેશનમાં રિસર્ચ મેથેડોલોજીના 50 પ્રશ્નો પૂછાશે. જેના 50 માર્ક હશે. જ્યારે સેશન-બીમાં જેતે વિષય આધારિત નેટના અભ્યાસક્રમમાંથી 50 પ્રશ્નો પૂછાશે અને તેના પણ 50 માર્ક હશે. કુલ 100 ગુણની આ પરીક્ષા કુલ 120 મિનિટની રહેશે.

અન્ય સમાચારો પણ છે...