ભાસ્કર એક્સકલુઝિવ:યુનિ. કક્ષાએ તેજસ્વીતામાં યુવતીઓનું પ્રભુત્વ 82 ટકા ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યા

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ત્રી શક્તિનો પરચો Âમેડિકલ ફેકલ્ટીમાં મહિમા ત્રિવેદીને પાંચ ગોલ્ડ અને બે સિલ્વર મળીને 7 મેડલ
  • એમકેબી યુનિ.માં વિવિધ વિદ્યાશાખાના 79 મેડલ જાહેર થયા તેમાં 65 યુવતીઓના ફાળે અને 14 મેડલ યુવકોના ફાળે ગયા

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનારાને ગોલ્ડ કે સિલ્વર મેડલની જાહેરાત કરાઈ છે. જેમાં યુનિ. દ્વારા કુલ 81 મેડલ અને પારિતોષિક માટે તેજસ્વી તારલાઓના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં 79 મેડલો આપવાના છે.

તેની એમ.એસ.સી.માં કોઇ વિજેતા નથી બાકી રહેતા 79 મેડલ માટે જે વિજેતાઓ છે તેમાં 65 યુવતીઓ અને માત્ર 14 જ યુવકો છે. કુલ મેડલ-પારિતોષિકની ટકાવારીમાં 82.28 ટકા જેટલો હિસ્સો યુવતીઓનો છે જ્યારે યુવકોનો હિસ્સો માત્ર 17.72 ટકા જ રહી ગયો છે. આમ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સતત ત્રીજા વર્ષે એમકેબી યુનિ.માં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવવામાં યુવકોને યુવતીઓએ ક્યાંય પાછળ રાખી દીધા છે.

તેજસ્વી તારલાઓની યાદી યુનિ.ની વેબસાઇટ પરથી જોવા મળશે. તેજસ્વી તારલાઓમાં સર્વાધિક મેડલ મેડિકલ ફેકલ્ટીમાં ફાઇનલ યરની વિદ્યાર્થિની મહિમા તુષારભાઇ ત્રિવેદી કુલ 5 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ સાથે 7 મેડલ અને પારિતોષિક મેળવી સિદ્ધિ અંકે કરી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા મેડલ અને પ્રાઈઝ નોટીફીકેશન-2022 જાહેર કરાયું છે.

મેડલ અને પ્રાઈઝ નોટીફીકેશન-2022 પ્રસિદ્ધ કરેલ
તે માટે લિન્ક https://www.mkbhavuni.edu.in/mkbhavuniweb/exam_top_ranker.php છે. એમ.કે.બી. યુનિ. દ્વારા મેડલ અને પ્રાઈઝ નોટીફીકેશન-2022માં 40 ગોલ્ડ મેડલ , 12 સિલ્વર મેડલ, 29 ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ તેમજ 126 ચેક (કેશ પ્રાઈઝ)થી વિવિધ વિદ્યાર્થીઓ મેડલ અને ચેક એનાયત કરાશે.મેડલ અને પ્રાઈઝ નોટીફીકેશન-2022 પ્રસિદ્ધ કરેલ છે. જે યુનિવર્સિટીની વેબસાઈટ પરથી જોવા મળશે.

યુવક-યુવતીઓ મેડલમાં કોણ ક્યાં ?
યુનિ. દ્વારા કુલ 81 મેડલ છે તે પૈકી 79 ગોલ્ડ અને સિલ્વર મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 65 મેડલ કોલેજિયન યુવતીઓએ મેળવી લીધા છે. જ્યારે 14 મેડલ યુવકોને મળ્યા છે. આમ મેડલની કેટેગરીમાં યુવતીઓએ 82.28 ટકા મેડલ પોતાના નામે કર્યા છે. જ્યારે યુવકોના ફાળે 17.72 ટકા મેડલ આવ્યાં છે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા તેજસ્વી છાત્રોને અન્ય ઈનામ અને પ્રમાણપત્ર અપાય છે તેમાં પણ યુવતિઓ આગળ છે.

યુવતીઓમાં યુવકોની તુલનામાં વધુ દ્રઢ મનોબળ
અગાઉના યુવતીઓએ અભ્યાસ માટે તક ન મળતી અને અભ્યાસથી વંચિત રખાતા તેની સામે આજના યુગમાં હવે જ્યારે યુવતીઓને ઉચ્ચ અભ્યાસની તક મળી રહી છે તે કંઇક કરી દેખાડવા આતૂર હોય તે સ્વભાવગત છે. વળી કારકિર્દી ક્ષેત્રે પણ યુવતીઓને તક વધી છે. યુવતીઓ યુવકોની તુલનામાં વધુ દ્રઢ મનોબળવાળી તેમજ સાચા સમયે ચોકસાઇપૂર્વકનો નિર્ણય લેવામાં આગળ હોય છે.
> ડો.એચ.એલ. ચાવડા, અધ્યક્ષ, સમાજશાસ્ત્ર ભવન MKB યુનિ.

અન્ય સમાચારો પણ છે...