તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા:ધો.9થી 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી 2 માર્ચથી લેવાશે, 25 ફેબ્રુ.થી ધો.3થી8ના વિદ્યાર્થીઓની એકમ કસોટી

ભાવનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શાળાએ ન આવતા છાત્રોએ ઘરેથી કસોટી આપવી પડશે, સત્રાંત-વાર્ષિક પરીક્ષા લેવાશે

શિક્ષણ વિભાગે ભાવનગર સહિત રાજ્યની શાળાઓમાં એકસમાન રીતે ધો. 9થી 12ની એકમ કસોટીની સાથે સત્રાંત અને વાર્ષિક પરીક્ષા લેવાનો પણ નિર્ણય કર્યો છે. તેવામાં જ શિક્ષણ વિભાગે ધો.9થી 12ના વિદ્યાર્થીઓની સાતમી એકમ કસોટીની તારીખ જાહેર કરી છે. જે મુજબ કસોટી 2થી 4 માર્ચ સુધી ચાલશે.

વર્ષ 2020-21ના વર્ષમાં આરંભથી કોરોનાને લીધે વર્ગ શિક્ષણ બંધ હતુ તેથી ઓનલાઇન શિક્ષણની સાથે સાથે ઓનલાઇન એકમ કસોટી લેવાનું પણ આયોજન શિક્ષણ વિભાગે કર્યું છે. શિક્ષણ બોર્ડે ધો. 3થી 8ના વિદ્યાર્થીઓની હોમ લર્નિંગની એકમ કસોટીની તારીખ જાહેર કરી છે. જે મુજબ 25થી 27 ફેબ્રુઆરી સુધી પરીક્ષા ચાલશે.

શિક્ષણ વિભાગે જણાવ્યું કે, કોવિડ-19ની મહામારીને કારણે શાળા બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન અપાય રહ્યું છે. તેવામાં જ ઓનલાઇન એજ્યુકેશનથી વિદ્યાર્થીઓને સમજ પડે છે કે કેમ? તે જાણવા માટે દર મહિને એકમ કસોટી લેવાય છે. જે મુજબ પરીક્ષા આગામી 2થી 4 માર્ચમાં લેવાશે. શાળામાં ન આવતા ધો.9થી 12ના વિદ્યાર્થીઓને એકમ કસોટી ઘરેથી આપવાની રહેશે.

ગત વર્ષે માર્ચ માસમાં કોરોનાની એન્ટ્રી થતા શાળાઓ બંધ કરાઈ હતી. વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશનથી સમજ પડે છે કે કેમ? તે જાણવા શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની દર મહિને એકમ કસોટી લેવાનો નિર્ણય કર્યો હતો. એટલું જ નહીં, આ પરીક્ષાના પરિણામના આધાર પર જે તે વિષયમાં નબળા વિદ્યાર્થીઓને તૈયારી કરાવવાનો પણ નિર્ણય લેવાયો હતો.

શિક્ષણ વિભાગે ધો.3થી 8ના વિદ્યાર્થીઓની હોમ લર્નિંગની એકમ કસોટીની તારીખ જાહેર કરી છે. જે મુજબ 25થી 27 ફેબ્રુઆરી, 2021 દરમિયાન હોમ લર્નિંગની એકમ કસોટી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો