નિર્ણય:ધો.9થી 12ની એકમ કસોટી 29-30 ડિસેમ્બર અને 6-7 જાન્યુ.એ યોજાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શાળા કક્ષાએ એકમ કસોટી યોજાશે : પસંદગીના પેપર બોર્ડ દ્વારા તૈયાર કરાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દ્વિતીય એકમ કસોટી લેવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. ધો.9થી ધો.12ની દ્વિતીય એકમ કસોટી તા.29 અને 30 ડિસેમ્બર અને તા.6 અને 7 જાન્યુઆરી, એમ બે તબક્કામાં યોજવામાં આવશે અને રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકના અધારે જ એકમ કસોટીનું આયોજન કરવામાં આવશે. સરકારની સૂચના મુજબ રાજ્યની તમામ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હોય શાળા કક્ષાએ એકમ કસોટીનું આયોજન કરવાનું રહેશે.

શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ ધો.9 અને ધો.10માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તથા અંગ્રેજી તેમજ ધો.12 સામાન્ય પ્રવાહ માટે અંગ્રેજી, નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્રની એકમ કસોટીના પેપર બોર્ડ કક્ષાએથી તૈયાર કરવાના રહેશે. આ સિવાયના ધો.9થી ધો.12ના તમામ વિષયના પ્રશ્નપત્રો શાળાએ તૈયાર કરીને 15 જાન્યુઆરી,2022 સુધીમાં શાળા કક્ષાએ જ એકમ કસોટી લેવાની રહેશે.

દ્વિતીય કસોટીમાં ધો.9-10માં સામાજિક વિજ્ઞાન, ગણિત, ગુજરાતી અને વિજ્ઞાન અને ટેકનોલોજીના પેપર રહેશે. જ્યારે ધો.11-12માં સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો, મનોવિજ્ઞાન, અંગ્રેજી, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થાના પેપર રહેશે. તો. ધો.11-12 સાયન્સમાં અંગ્રેજી, ગણિત, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પેપર લેવાશે.

અન્ય સમાચારો પણ છે...