તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ધો.3 થી 8ના વિદ્યાર્થીઓ માટે 26 થી 30 સપ્ટે.માં એકમ કસોટી

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જુલાઈ અને ઓગસ્ટ બાદ હવે ત્રીજી કસોટી
  • દરેક પરીક્ષાર્થીએ પાંચ ઓક્ટોબર સુધીમાં ઉત્તરવહી શાળામાં પહોંચાડવાની રહેશે

જીસીઇઆરટી દ્વારા હાલના કોરોનાની મહામારીના સમયગાળામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઘરે બેઠા ભણાવવામાં આવે છે. તેનું મૂલ્યાંકન થાય તે હેતુથી જુલાઈ અને ઓગસ્ટ માસમાં પ્રાથમિક શાળાઓમાં દરેક માધ્યમમાં ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે સામયિક મૂલ્યાંકન કસોટી યોજાઇ હતી અને હવે સપ્ટેમ્બર માસમાં તા. 26 થી 30 સપ્ટેમ્બર દરમિયાન આ કસોટી યોજાશે. તા. 25 સપ્ટેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓ સુધી હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીમાં કસોટીઓ પહોંચતી કરવાની રહેશે.

ધોરણ ત્રણ અને ચારમાં ગુજરાતી અને ગણિતની કસોટી લેવાશે. જ્યારે ધોરણ પાંચમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીની કસોટી લેવાશે. જ્યારે ધોરણ 6થી 8માં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત વિષયની કસોટી લેવાશે. ગુજરાતી પ્રથમ ભાષા, ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયની સમાન કસોટીઓ લેવાની હોય છે. આ વખતે ચાર વિષયો ઉપરાંત જે વિષયો છે તે વિષયોની કસોટી નિર્ભર અને અનુદાનિત શાળાઓ સ્વૈચ્છિક રીતે લઈ શકશે.

25 સપ્ટેમ્બરના રોજ જીસીઇઆરટી ની વેબસાઇટ www.gcert. gujarat.gov.in પર તમામ માધ્યમની કસોટીઓ ઉપલબ્ધ થશે તેમજ ગુજરાતી માધ્યમની કસોટી જે તે વિષયના પાઠ્યપુસ્તકની અનુક્રમણિકા પરના ક્યુ.આર. કોડમાં પણ જોઇ શકાશે. આ કસોટીઓ વિદ્યાર્થીઓ અનુકૂળતાએ ઘરે વાલીની દેખરેખ હેઠળ લખે અને આ કસોટીનો આશય વિદ્યાર્થીની પ્રગતિ જાણવાનો હોય ભયમુક્ત અને તણાવ મુક્ત વાતાવરણમાં આપે તે ઇચ્છનીય છે. કસોટી ની ઉત્તરવહી 5 ઓક્ટોબર સુધીમાં વાલી મારી શાળાએ પહોંચતી કરવામાં આવે. આ નિયમનું દરેક વિદ્યાર્થીઓએ ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...