તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણ:રૂપિયા કે રક્ત નહીં પણ બીજ આપતી અનોખી વસુંધરા બેન્ક

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજ બેંક દ્વારા પુરા ભારતમાં અત્યાર સુધીમાં 2050થી વધારે લોકોને બીજ પહોચાડ્યા છે

બેંકની વાત આવે એટલે આપણને પૈસાની લેવડ દેવડની બેંક યાદ આવે અથવા દવાખાને દર્દીને લોહીની જરુર માટે બ્લડ બેંક યાદ છે પણ આ એક અનોખી બેંક છે જ્યાં પૈસા કે બ્લડ નહિ પણ બીજ રાખવામાં આવે જેનું નામ છે. વંદે વસુંધરા બીજ બેંક અને એનું સૂત્ર છે “બીજમાંથી વૃક્ષ તું થા” આ બેન્કમાં ઉપલબ્ધ બીજમાંથી બીજ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ વસુંધરા બીજ બેંક ભાવનગર જિલ્લાના બોરડા ગામના રાજેશભાઈ બારૈયા અને એના પત્ની ધનીબેન બારૈયા દ્વારા વ્યક્તિગત પ્રયત્ન થી ચાલે છે .

અમુક લોકોને પ્રશ્ન એ થાય કે બીજ માટે ત્યાં બીજ બેંકમાં રૂબરૂ જવું પડે પણ વંદે વસુંધરા બીજ બેંકના રાજેશ બારૈયા “વનવાસી”એ આ બીજ બેંક સાથે એક અભિયાન જોડી દીધુ જે મુજબ બીજ પોસ્ટ અભિયાન જે તમારા ઘર સુધી બીજ પૂરા ભારતમાં પહોચતા કરે છે. ગુજરાતની આ પહેલી બીજ બેંક હતી જે માંગણી મુજબના બીજ ઘરે પહોચતા કરે છે. બીજ વિનામૂલ્યે છે પણ બીજ પહોચાડવાનો ચાર્જ પોસ્ટ કે કુરિયર ચાર્જ ચૂકવવાનો હોય છે.

રાજેશભાઈ દ્વારા 25 જૂનના 2019માં પોતાના જન્મ દિવસે બીજ બેંક કાર્યરત કરી હતી. આનો મુખ્ય હેતુ અમુક વનસ્પતિના જાતો જે લુપ્તતાને આરે છે એને બચાવવાનો છે. આ બેંક દ્વારા પૂરા ભારતમાં અત્યારે સુધીમાં 2050થી વધારે લોકોને બીજ પહોચાડ્યા છે. જેમાં બીજ ના 80-90 હાજર પેકિંગ કર્યા છે. બીજ બેંક પાસે 200થી વધારે પ્રકારના બીજ ઉપલબ્ધ છે . આ બીજમાં છોડ પ્રકારના વેલ પ્રકારના અને ઝાડ પ્રકારનાં પ્લાન્ટના બીજ વિ. ઉપલબ્ધ છે.

જે કોઇ આ બીજ મંગાવવા માંગે એમના ઘર સુધી બીજ પહોચાડવામાં આવશે. બીજ મંગાવવા વોટસ એપ નંબર 9427249401 પર વંદે વસુંધરા લખો ત્યાં ઉપલબ્ધ બીજનું લિસ્ટ અને માહિતી મળી રહેશે. આમ લુપ્ત થતી વનસ્પિતઅોની જાતીને બચાવવા માટે આ અનોખી વસુંધરા બીજબેન્ક કાર્યરત કરવામાં આવી છે.

1 વર્ષમાં 150 શૈક્ષણિક સંસ્થાને બીજ અપાયા
ગયા વરસે 150 જેટલી શાળા, કોલેજ , સંસ્થાને બીજ મોકલી આપ્યા હતા .આ વરસે પણ કોઇ શાળા, કોલેજ કે સંસ્થા બીજ મંગાવવા માંગતા હોય તેમને 25 પ્રકારના વનસ્પતિના બીજની કિટ ફ્રી મોકલી અપાશે. આ બીજમાં છોડ પ્રકારના બીજ, વેલ પ્રકાર પ્લાન્ટના બીજ, ઝાડ પ્રકારનાં પ્લાન્ટના બીજ વિ. ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...