આયોજન:શામળદાસ કોલેજનો અનોખો ઉપક્રમ ‘હેરીટેજ વોક એન્ડ ટોક’

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરના ઐતિહાસિક સ્મારકો વિશે વિદ્યાર્થીઓને સંવેદનશીલ બનાવવાનો છે

ભાવનગરની પુરાતન ઐતિહાસીક વિરાસતની જાણવણી થાય અને તે અંગેની યુવા પેઢીમાં જાણકારી વધે તે માટે ભાવનગરની જાણીતી શામળદાસ કોલેજનો અનોખો ઉપક્રમ ’હેરીટેજ વોક એન્ડ ટોક’ આજે યોજાયો હતો. શામળદાસ આર્ટ્સ કોલેજના ઈતિહાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઇતિહાસ વિષયના વિદ્યાર્થીઓ દર શનિવારે 11-30 થી 12-30 કલાકે ભાવનગરની ઐતિહાસીક જગ્યાઓએ જઇને તે અંગેની જાણકારી મેળવી તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભાવનગરના ઐતિહાસિક સ્મારકો, સ્થળો, ઘટનાઓ, વ્યક્તિઓ, વિશેની આધારભૂત અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત કરવાનો છે. ભાવનગર શહેરના ઐતિહાસિક વારસાનો પરિચય, તેની અજાણી હકીકતોની જાણકારી મેળવી, ઐતિહાસિક વારસાનું જતન કરવું, સંરક્ષણ માટે જાગૃતિ, વિદ્યાર્થીઓમાં ઐતિહાસિક સ્થળોની હકીકત રજૂ કરવાની સજૅનશકિતની તાલીમ, હેરિટેજ વોક થકી વિદ્યાર્થીઓ ઐતિહાસિક સ્થળોનો જીવંત આનંદ મેળવે, શહેરના ઐતિહાસિક વારસા વિશે સંશોધનાત્મક અભ્યાસ માટે પ્રેરિત થાય તેવો છે. ‘હેરિટેજ વોક એન્ડ ટોક’ ભાવનગરનું સુંદર આયોજન કોલેજના ઈતિહાસ વિષયના સેમેસ્ટર પાંચના વિદ્યાર્થીઓએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...