તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ટેનર હબ:વિદેશોથી ખરીદાતા કાર્ગો શિપ કન્ટેનર હવે ભાવનગરમાં બનશે, દેશની જરૂરિયાત પૂર્ણ થતા વિદેશોમાં કરાશે વેચાણ

ભાવનગર18 દિવસ પહેલા
 • દેશમાં વર્ષે ત્રણ લાખથી વધુ કન્ટેનરની જરૂરિયાત પડે છે
 • ભાવનગર કન્ટેનર હબ બનતા અનેક વૈશ્વિક ઔધોગિક એકમો કાર્યરત થશે

આગામી સમયમાં ભાવનગર વિવિધ ઔદ્યોગિક એકમો થકી વિકાસની હરણફાળ ભરવા તરફ અગ્રેસર બની રહ્યું છે. જેમાં અત્યારસુધી કાર્ગોશિપમાં માલના પરિવહન માટે જરૂરી એવા કન્ટેનરો કે જેને અત્યારસુધી વિદેશોમાંથી આયાત કરવા પડે છે. જેને આત્મનિર્ભર ભારત અંતર્ગત હવે દેશમાંજ નિર્માણ થાય તેવું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય શિપિંગ મંત્રી આજે ભાવનગર પહોંચ્યા હતા. અને ભાવનગરમાં કાર્ગો શિપ કન્ટેનરનું હબ તરીકે વિકસિત કરવા અંગે ભાવનગરના જુનાબંદર ખાતે એસએમ કન્ટેનરની મુલાકાત લીધી હતી.

દરિયાઈ વ્યાપારને વેગ મળે તે દિશામાં હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે

ભારત હવે આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધવા અનેક પ્રકારની પહેલ કરવામાં આવી રહી છે. ત્યારે દરિયાઈ વ્યાપારને વેગ મળે તે દિશામાં હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જહાજોમાં માલની હેરફેર માટે જરૂરી કન્ટેનરો કે જે અત્યારસુધી વિદેશોમાંથી આયાત કરવામાં આવી રહ્યાં છે. તે હવે દેશમાં બનાવવા અંગે કામગીરી હાથ ધરવામાં આવી છે.

દેશમાં વર્ષે ત્રણ લાખથી વધુ કન્ટેનરની જરૂરિયાત છે.

ભાવનગર જુનાબંદર ખાતે આજે કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માન્ડવીયા આજે કન્ટેનર બનાવતા એસએમ કન્ટેનર એકમની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું કે ભાવનગરને કાર્ગો શિપ કન્ટેનરનું હબ તરીકે વિકસિત કરવું છે. જેના માટે જરૂરી કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો તરફથી તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. વિભાગના અધિકારીઓ અહીં આવશે અને આગામી સમયમાં ભાવનગરને કાર્ગો શિપ કન્ટેનરના હબ તરીકે વિકસિત કરવામાં આવશે. જેથી આગામી સમયમાં દરિયાઈ વ્યાપારમાં વૃદ્ધિની સાથે સાથે કન્ટેનર પણ અહીં ઉત્પાદન કરીશું અને ઉત્પાદન વધતા તેને પણ વિદેશોમાં વેચાણ કરીશું. આમ આગામી સમયમાં ભાવનગરમાં અનેક વૈશ્વિક ઔધોગિક એકમો કાર્યરત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં વર્ષે ત્રણ લાખથી વધુ કન્ટેનરની જરૂરિયાત છે.

ભાવનગરના જુનાબંદર ખાતે એસએમ કન્ટેનરની કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માન્ડવીયા સાથે મુલાકાત પ્રસંગે ભાવનગરના મેયર કીર્તિ દાણીધારીયા, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા, ચેમ્બર પ્રમુખ કિરીટ સોની, એસએમ કન્ટેનરના વૈભવ પટેલ, ભુમિકા શાહ, પ્રદ્યુમન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અલંગ શિપબ્રેકિંગયાર્ડને વધુ સુદ્રઢ બનાવવા મેગા સેમિનારનું આયોજન

વિશ્વ વિખ્યાત જહાજવાડા તરીકે ખ્યાતનામ અલંગ શિપબ્રેકિંગયાર્ડને વધુ સુદ્રઢ બનાવવા સાથે આ યાર્ડની કાર્યક્ષમતા બમણી કરવાના હેતુસર ભાવનગર અલંગ શિપબ્રેકિંગ એસોસિયેશન દ્વારા આજરોજ કેન્દ્રીય શિપિંગ મિનિસ્ટર મનસુખ માંડવીયાના મુખ્ય અતિથિ પદે મેગા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં પ્રતિવર્ષ 32 લાખ મેટ્રીકટનથી વધુનો વિવિધ પ્રકારનો સ્ક્રેપ અત્રે રીસાઈકલ કરવામાં આવે છે. અને આ સ્ક્રેપના આધારે દેશ-વિદેશમાં સેકડો ઉદ્યોગો નિર્ભર છે. ત્યારે આ ઉદ્યોગ થકી વધુને વધુ વિદેશી હૂંડીયામણ આવે અને લોકોને સ્થાનિક કક્ષાએ વધુ રોજગારી ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો થઇ રહ્યાં છે. ભાવનગરનો વિકાસ થાય એવા ઉમદા હેતુસરથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિપબ્રેકર્સોને મુજવતા પ્રશ્નોનું સુખદ સમાધાન આપવામાં આવ્યું

આ પ્રસંગે ભાવનગરના સાંસદ ભારતી શિયાળ, અલંગ ઓથોરિટી બોર્ડના હોદ્દેદારો તથા શિપબ્રેકર્સો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં પ્રશ્ર્નોત્તરી સાથે શિપબ્રેકર્સોને મુજવતા પ્રશ્નોનું સુખદ સમાધાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી માંડવીયાએ સૌરાષ્ટ્રની મહત્વપૂર્ણ યોજના સાગરમાલાથી લઈને ઘોઘા-દહેજ, ઘોઘા-હજીરા, હજીરા-દિવ સહિતની રો-પેકસ ફેરી સેવાઓનો ઉલ્લેખ કર્યો હતો. એ સાથે વધુમાં જણાવ્યું હતુ કે આગામી સમયમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણએ અલંગ ડેવલપમેન્ટ માટે જે પોલીસી જાહેર કરી છે એ અંતર્ગત આગામી પાંચ વર્ષમાં અલંગ શિપબ્રેકિંગયાર્ડની કાર્યક્ષમતા 32 લાખ મેટ્રીકટનથી વધારીને 64 લાખ મેટ્રીકટન કરવાનાં પ્રયત્નો હાથ ધરવામાં આવશે. અલંગ શિપયાર્ડના હરિફ એવાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચાયનાને ટકકર આપવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા પાયાકિય સવલતોનો વધારો કરવા સાથે આ ઉદ્યોગ શહેર કે રાજ્ય પુરતો સીમીત ન રહે તે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

સેમીનારમાં અગ્રણી શિપ બ્રેકરો ઉપસ્થિત રહ્યા

આ સેમીનારમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માન્ડવીયા, સાંસદ ભારતી શિયાળ, મેયર કીર્તિ દાણીધારીયા, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા, ભાવનગર કલેકટર ગૌરાંગ મકવાણા, અલંગ શિપબ્રેકિંગ એસોસિયેશનના ચેરમેન વિષ્ણુકુમાર ગુપ્તા, વાઇસ ચેરમેન રમેશ મેંદપરા, જીવરાજ મોણપર, સંજય મેહતા, હરેશભાઇ પરમાર તથા અગ્રણી શિપ બ્રેકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો