શીબીરની મુલાકાત:કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કુંડળધામની મુલાકાત લીધી, સંતોએ સ્વાગત કર્યુ

બોટાદએક મહિનો પહેલા
  • સત્સંગ શિબિર તથા આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા
  • સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી શ્રી કુંડલેશ્વર મહાદેવજીના દર્શન કર્યા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થ સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં 30 મી સ્વામિનારાયણ સત્સંગ શિબિર યોજાઈ રહી છે. જેની કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજરોજ બુધવારના રોજ સાંજેના સુમારે દર્શનીય મુલાકાત લીધી હતી. કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી શ્રી કુંડલેશ્વર મહાદેવજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ ઐતિહાસિક દરબારગઢની મુલાકાત લીધી હતી. જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી ચાલતી સ્વામિનારાયણ સત્સંગ શિબિર તથા વિવિધ આધ્યાત્મિક એવમ્ સામાજિક પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા હતા. સંતો દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કુંડળધામ ખાતે તેઓ બુધવારના સાંજે આવી પોહચ્યાં હતા. પ્રથમ સ્વામિનારાયણ મંદિમાં સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરી કુંડલેશ્વર મહાદેવજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ ગુરુજી જ્ઞાનજીવનદાસજી સ્વામીનાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...