જન આશીર્વાદ યાત્રા:ભાવનગરના વલભીપુર ખાતેથી કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાની આગેવાનીમાં જન આશીર્વાદ યાત્રા યોજાઈ

ભાવનગર2 મહિનો પહેલા
  • જન આશીર્વાદ યાત્રાને વલભીપુરથી ઉમરાળા અને ત્યારબાદ સિહોરના વરલ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે
  • ત્રણ તાલુકાઓના ચાર મથકો પર કેન્દ્રીય મંત્રીએ સભા સંબોધન કર્યું હતું

ભાવનગર જિલ્લાના વલભીપુર ખાતેથી કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરાની આગેવાનીમાં બીજા તબક્કાની જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી બન્યાં બાદ ડૉ. મહેન્દ્ર મુંજપરા પ્રથમ વખત વલભીપુર આવ્યાં હતા.

જન આશીર્વાદ યાત્રાના બીજા તબક્કાના પ્રારંભે અમદાવાદ જિલ્લાની યાત્રા પૂર્ણ કરી ભાવનગર જિલ્લામાં વલભીપુરથી બીજા તબક્કાની યાત્રાનો પ્રારંભ કરાયો હતો. વલભીપુર ખાતે તાલુકા ભાજપ દ્વારા ઠાકોર સમાજની વાડી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વલભીપુર તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાનું પુષ્પ માળા પહેરાવી સ્વાગત કરાયું હતું.

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાએ કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને વલભીપુર પંથકમાં લોકોએ જન આશીર્વાદ યાત્રાને ખુબ પ્રતિસાદ આપ્યો છે. આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 182માંથી 182 સીટમાં જીત મળે તે માટે લોકોને આહવાન કર્યુ હતું. આ રેલીમાં કાર અને બાઇક સહિતના વાહનો સાથે યોજાયેલી જન આશીર્વાદ યાત્રાને વલભીપુરથી ઉમરાળા અને ત્યારબાદ સિહોરના વરલ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે.

આ જન આશીર્વાદ યાત્રામાં વલભીપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ભાવનગર જિલ્લાના ત્રણ તાલુકાઓમાં આ જન યાત્રાને લઈ જશે અને ત્રણ તાલુકાઓના ચાર મથકો પર કેન્દ્રીય મંત્રીએ સભા સંબોધન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...