તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ભાવનગરના વરતેજ બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા ટ્રકના ચાલકે એકટીવાને અડફેટે લીધું, એક્ટીવા ચાલકનું કમકમાટી ભર્યુ મોત

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભાવનગરના વાળુકડ ગામના યુવકનું અકસ્માત થતા મોત નીપજ્યું હતું - Divya Bhaskar
ભાવનગરના વાળુકડ ગામના યુવકનું અકસ્માત થતા મોત નીપજ્યું હતું

ભાવનગર નજીક આવેલ વાળુકડ ગામનો ત્રીસ વર્ષીય યુવાન સુરેશ શાંતિભાઈ એકટીવા પર વાળુકડ ઘર તરફ જઇ રહ્યો હતો. ત્યારે વરતેજ બસ સ્ટેન્ડ નજીક એકટીવા પહોંચતા અજાણ્યા ટ્રકના ચાલકે એકટીવાને અડફેટે લીધી હતી. જેમાં એક્ટીવાચાલકને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

માર્ગમાં ટ્રાફિક જામ સર્જાયો
આ અકસ્માતના પગલે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વાળુકડ ગામે અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું હોવાના સમાચાર મળતા ગામમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો