તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યારો કોણ?:પાલિતાણાના રાજસ્થળી ગામે નિદ્રાધીન યુવાનની હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો ફરાર

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી હત્યારાઓનં પગેરું મેળવવા તપાસ હાથ ધરી

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રાજસ્થળી ગામે રહેતા એક શ્રમજીવી યુવાનની ગત મોડીરાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ ભર ઊંઘમાં હત્યા કરી નાસી છૂટ્યા હતા. આ અંગે પાલિતાણા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

સમગ્ર બનાવ અંગે આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રાજસ્થળી ગામે રહેતો અને મજૂરી કામ કરી જીવનનિર્વાહ ચલાવતો શ્રમજીવી યુવાન અશોક નાનુ પાંગળ ઉ.વ.43 ગત રાત્રે વાળુ પાણી કરી તેના ઘર પાછળ આવેલ વાડામાં સુઈ ગયો હતો, જે દરમિયાન મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ વાડામાં પ્રવેશ કરી નિદ્રાધીન શખ્સપર તિક્ષણ હથિયારો વડે હુમલો કરી મોત નિપજાવી નાસી છુટ્યા હતા.

આ અંગે વહેલી સવારે પરિવારને જાણ થતા પરિવારે પોલીસને જાણ કરતા પાલિતાણા રૂરલ પોલીસનો કાફળો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પંચનામું કરી લાશને પીએમ માટે મોકલી હત્યારાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...