ધોળે દિવસે હત્યા:ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં રત્નકલાકારની સરાજાહેર હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો ફરાર

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે હત્યારાઓને શોધવા તપાસ હાથ ધરી

ભાવનગર શહેરના બોરતળાવ કુમુદવાડી વિસ્તારમાં રત્ન કલાકાર યુવાનની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાસી છૂટ્યા હતા, આ બનાવ બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે, તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને કુમુદવાડીમાં નીરુ ડાયમંડમાં નોકરી કરતા મૂળ ધોલેરા પંથકના યુવાન હર્ષદ ઠાકરશીભાઈ જાપડીયા નામના યુવાનની ગાડી લઈને આવેલા શખ્સોએ હત્યા કરી નાસી છુટ્યા હતા. આ બનાવને લઈ બોરતળાવ કુમુદવાડી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ બનતા તુરંત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, ઘટનાના પગલે ભાવનગર એએસપી સફિન હસન હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્રારા જરૂરી કાગળો તૈયાર કરી લાશ ને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...