તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:19 એપ્રિલથી લેવાશે યુનિ. 3-5 સેમેસ્ટરની પરીક્ષા

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • 19મીથી લેવાનારી પરીક્ષાઓ 6 મેથી લેવાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા સરકારની કોરોનાની ગાઇડલાઇનને ધ્યાને લઇને 6 એપ્રિલથી શરૂ થનારી વિવિધ વિદ્યાશાખાઓની ત્રીજા અને પાંચમા સેમેસ્ટરની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી આ પરીક્ષા હવે તા.19 એપ્રિલને સોમવારથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્નાતક કક્ષાએ સેમેસ્ટર 3 અને 5, અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર-3 તેમજ બીએડ સેમેસ્ટર-3 તેમજ બીએડ(એચઆઇ) સેમસ્ટર-3ની રિપીટર પરીક્ષાઓ તથા એલએલબીની સેમેસ્ટર 1,3,5 અને 6ની તથા એમબીએ સેમેસ્ટર, એમસીએ સેમેસ્ટર-1ની પરીક્ષાઓ કોરોનાને ધ્યાને તત્કાલ મોકૂફ રાખવામાં આવી હતી.

આ પરીક્ષાઓ હવે તા.19 એપ્રિલને સોમવારથી લેવાશે જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. અગાઉના શેડ્યુઅલમાં યુનિ. દ્વારા જાહેર કરવામાં આવેલી તા.19 એપ્રિલના રોજ લેવાનારી રિપીટર પરીક્ષાઓ જેમાં પીજી સેમ-1, યુજી સેમ-1 અને ડિપ્લોમા સેમ-1 અને 3ની પરીક્ષાઓનું આયોજન કરાયું હતુ જે હવે તા.6 મેના રોજ લેવામાં આવશે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ પણ હવે પછી જાહેર કરવામાં આવશે તેમ કુલસચિવ ડો.કૌશિકભાઇ ભટ્ટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો