તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરવાનગી:અધ્યાપક વિના ચાલતી કોલેજ બંધ કરવા યુનિ. કોલેજ તંત્ર એકમત

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાધેશ્યામ મહિલા આર્ટસ કોલેજના છાત્રોના ટ્રાન્સફરના હુકમને હાઇકોર્ટમાં પડકારાયો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુર્નિવસિટી દ્વારા શ્રી રાધેશ્યામ મહિલા આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી 60 વિદ્યાર્થીનીઓને અન્ય કોલેજ માં ટ્રાન્સફર નાં હુકમ ને હાઇકોર્ટ માં પડકારવામાં આવ્યો છે. જોકે મહત્વની વાત એ છેકે તેની પાછળ કોલેજ મેનેજમેન્ટ નહિ પરંતુ અન્ય લોકો નો હાથ છે. આ અંગે કુલપતિ મહિપતસિંહ ચાવડા દ્વારા કોલેજ એકપણ અધ્યાપક વિના ચાલતી હોવાનો અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો નો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

યુનિ. તરફથી મળતા નિવેદન અનુસાર મહુવા ની રાધેશ્યામ આર્ટસ કોલેજ માં એકપણ પ્રોફેસર ન હોવાથી આ કોલેજ માં પ્રોફેસરની ભરતી કરવાની સૂચના આપવામાં આવી હતી. અને 3 મહિના માં ભરતી કરવાનો હાઇકોર્ટ દ્વારા ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો. કોલેજ તંત્ર દ્વારા એવું ન થઈ શકતા યુનિ. એ એડમિશન માટે મનાઈ ફરમાવી હતી પરંતુ જે વિદ્યાર્થીઓ નાં એડમિશન અમે પ્રોફેસર ની ભરતી કરી આપીશું એ શરતે થયા હતા તે વિદ્યાર્થીઓ નું ભવિષ્ય ન બગડે માટે યુનિ. દ્વારા બીજી કોઈ કોલેજ માં બેસીને પરિક્ષા આપવાની પરવાનગી અપાઈ હતી અને બીજા સેમેસ્ટર માં કોઈ એડમિશન ન લેવા સૂચના આપવામાં આવી હતી. આ તમામ પત્ર વ્યવહાર કોલેજ નાં ઇન્ચાર્જ આચાર્ય નાં નામ હેઠળ થતો હતો પરંતુ યુનિ. દ્વારા તપાસ કરવામાં આવતા કોલેજ મેનેજમેન્ટ દ્વારા અહીં કોઈ આચાર્ય છે જ નહિ તેવું જણાવવામાં આવ્યું હતું.

આ વર્ષે ફેબ્રુઆરી માં કોલેજ મેનેજમેન્ટે પોતે સ્ટાફ ની ભરતી ન કરી શકવાથી અને વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા નાં લીધે કોલેજ બંધ કરવા માંગે છે તેવું જણાવ્યું હતું. ત્યારે કોઈ સમાજ સેવિકા અને તેમના પિતા દ્વારા વગર કારણે યુનિ. નાં નિયમો નું ઉલંઘન કરવાના અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. યુનિ. અને કોલેજ નાં મેનેજમેન્ટ વચ્ચે કોઈ મતભેદો નથી. ત્યારે મહુવા તાલુકાની 1 માત્ર મહિલા કોલેજને બંધ કરાવવાનું પડયંત્ર છેલ્લા 1 વર્ષથી ચાલે છે તેવા આરોપસર સામાજીક કાર્યકર હિનાબેન ડી.ભીલ દ્વારા પી.આઇ.એલ. દાખલ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...