તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:17 ઓગસ્ટથી યુનિ.અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો આરંભ થશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 25 ઓગસ્ટથી સ્નાતક કક્ષાની પરીક્ષા લેવાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા તા.17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર-2 અને સેમેસ્ટર-4ની પરીક્ષાઓ લેવામાં આવશે. જ્યારે તા.25 ઓગસ્ટથી સ્નાતક કક્ષાની સેમસ્ટર-6ની પરીક્ષાઓ લેવાનું આયોજન યુનિ. દ્વારા કરવામાં આવ્યું છે. અનુસ્નાતક કક્ષાની પરીક્ષા ભાવનગર શહેરના 7 અને ગ્રામ્યના 6 મળી કુલ 13 પરીક્ષા કેન્દ્રમાં લેવાશે. આ પરીક્ષા સવારે 10થી 12 અને બપોરે 3થી 5 દરમિયાન બે સેશનમાં લેવામાં આવશે.

યુનિ. દ્વારા તા.17 ઓગસ્ટથી જે પરીક્ષાઓ પી.જી. કક્ષાએ લેવાશે તેમાં એમ.એ., એમ.કોમ., એમ.એસસી., એમ.એસસી.આઇ.ટી., એમ.એચ.આર.ડી., એમ.બી.એ., એમ.સી.એ.ની ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા દરમિયાન દરકે વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. કોરોનાની તમામ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. પરીક્ષા દરમિયાન દરેક સંસ્થાઓ દ્વારા સેનેટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે.

જે વિદ્યાર્થીઓએ સેન્ટર ચેન્જ માટે અગાઉ ફોર્મ ભર્યા છે તેવા વિદ્યાર્થીઓએ પોતાના બેઠક ક્રમાંક મુજબ સેન્ટર ચેક કરી લેવાનું રહેશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ યુનિ.ની વેબસાઇટ પર મુકવામાં આવ્યો છે. હોલ ટિકિટ 1.2 દિવસમાં અપલોડ કરવામાં આવશે. વિસ્દ્યાર્થીઓએ હોલ ટિકિટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે જેમાં કોલેજના સહી-સિક્કા કરવાની જરૂર રહેશે નહીં. વિદ્યાર્થીઓએ સેલ્ફ એટેસ્ટેડ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...