પ્રવેશ:યુનિ. પી.જી. કોર્સના પ્રથમ સેમ.માં તા.17મી ઓગસ્ટથી પ્રવેશ પ્રક્રિયા

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પીજી ડિપ્લોમામાં પણ પ્રવેશ શરૂ થશે
  • 21 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે, તા. 24 અને 25 ઓગસ્ટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. ખાતે તા.17 ઓગસ્ટથી એમ.એ., એમ.કોમ., એમ.એસસી., એમ.એસસી. આઇ.ટી., એમ.એડ.એમએચઆરડી, એલએલબી, એમએસડબલ્યુ, પીજી ડિપ્લોમા તેમજ ધો.12 પછીના ડિપ્લોમા કોર્સીસના પ્રથમ સેમેસ્ટર માટે કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનો આરંભ કરવામાં આવશે. વેબબેઇઝ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા દરમિયાન એમસીએ ભવન, સેન્ટ્રલ લાઇબ્રેરી તેમજ અંગ્રેજી ભવન ખાતે હેલ્પ સેન્ટર વિદ્યાર્થીઓની સહાય માટે કાર્યરત રહેશે.

પ્રથમ સેમેસ્ટર માટે તા.17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. બાદમાં તા.22-23 ઓગસ્ટે યુનિ. દ્વારા પ્રોવિઝનલ મેરિટ તૈયાર કરવામાં આવશે. 24 અને 25 ઓગસ્ટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીને કોઇ ફેરફાર કરવાનો થાય તો ઓનલાઇન કરી શકશે. 26 ઓગસ્ટે યુનિ. દ્વારા ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરીને જે તે ભવન, પીજી સેન્ટર ખાતે અપાશે. 27 ઓગસ્ટે જે તે ભવન/પીજી સેન્ટર/ડિપ્લોમા સેન્ટર પોતાનું મેરિટ લિસ્ટ તૈયાર કરી નોટિસ બોર્ડ પર બપોરે 12 કલાકે જાહેર કરશે.

તા.28થી 30 રજા રહેશે. 31 ઓગષ્ટથી 2 સપ્ટેમ્બર સુધી પ્રવેશ કન્ફર્મ કરવાનો અને ફી ભરવાની રહેશે. 3 સપ્ટેમ્બરે ભવન અને સેન્ટર દ્વારા બીજુ મેરિટ લિસ્ટ જાહેર કરાશે. 3 અને 4 સપ્ટેમ્બરે પ્રવેશ કન્ફર્મ કરવાનો અને ફી ભરવાની રહેશે. 6 સપ્ટેમ્બરે ત્રીજુ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને તા.6 અને 7 સપ્ટેમ્બરે વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરવાનો અને ફી ભરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...