તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:યુનિ. બાહ્ય અભ્યાસક્રમમાં 1 ડિસે.થી ઓનલાઇન પ્રવેશ

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વર્ષ બી.એ. અને બી.કોમ.માં 1થી 10 ડિસેમ્બર સુધી લેઇટ ફી સાથે ફોર્મ ભરાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના બાહ્ય અભ્યાસક્રમ વિભાગ (એક્સટર્નલ)માં વર્ષ 2020-21ની ઓનલાઇન પ્રવેશની કાર્યવાહી માટેનું ટાઇમટેબલ જાહેર કરાયું છે. યુનિ.ની વેબસાઇટ www.mkbhavuni.edu.in પર વિગતવાર માહિતી મળી રહેશે. તા.1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન પ્રથમ વર્ષ બી.એ. અને બી.કોમ.માં લેઇટ ફી સાથે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે.

જ્યારે એમ.એ. અને એમ.કોમ.માં એડમિશનમાં તા.11 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે. બી.એ. અને બી.કોમ.માં નવા પ્રવેશ માટે ફી રૂ.2650 અને સાથે રૂ.100 લેઇટ ફી ભરવાની રહેશે. જ્યારે એમ.એ. અને એમ.કોમ.માં પ્રવેશ ફી રૂ.3050 ભરવાની રહેશે. એસ.સી./એસસી.ના વિદ્યાર્થીઓને નોંધણી ફીમાં 20 ટકા માફી આપવામાં આવશે.વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ માટે જે તારીખ હશે ત્યારે જરૂરી આધાર-પુરાવાની ઝેરોક્સ સાથે પ્રવેશ ફોર્મ અને ફી જમા કરાવવાની રહેશે.

ઓરિજનલ સર્ટિફિકેટ સાથે લાવવાના રહેશે. પ્રવેશ ફી ઓનલાઇન એટીએમ કે નેટ બેન્કિંગથી ભરવાની રહેશે. બાહ્ય અભ્યાસક્રમમાં વિદ્યાર્થી ઘરે બેસીને અથવા નોકરી-ધંધા સાથે કોલેજ કરી શકે છે આથી રેગ્યુલર કોલેજ આવવાની જરૂર રહેતી નથી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના એક્સટર્નલ ભવનમાં પ્રથમ વર્ષ બીએ અને બીકોમમાં પ્રવેશ માટે રૂપિયા 100ની લેઈટ ફી આપવાની રહેશે અને તે માટે સમયગાળો તારીખ 1 થી 10 ડિસેમ્બર રહેશે.

અન્ય સમાચારો પણ છે...