તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પી.એચડી એન્ટ્રન્સ ટેસ્ટના 26 વિષયોની યુનિ. દ્વારા જાહેરાત

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્ટ્સ ફેકલ્ટીમાં સૌથી વધુ આઠ વિષય
  • આ કસોટીના ઓનલાઈન ફોર્મ તારીખ 4 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આગામી તારીખ 12 સપ્ટેમ્બરના રોજ પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા જુદી જુદી ફેકલ્ટીના 26 વિષયો જાહેર કરાયા છે જેમાં મેડિકલ ફેકલ્ટીમાં ડેમેટોલોજી/ વેનેરિયોલોજી/લેપ્રસી,‌ ફિઝિયોલોજી અને બાયોકેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે.

જ્યારે સાયન્સ ફેકલ્ટીમાં કેમેસ્ટ્રી, કમ્પ્યુટર સાયન્સ, મેથેમેટિક્સ ફિઝિક્સ, જીઓ ફિઝિક્સ, સ્ટેટેસ્ટિક્સ, ઝૂઓલોજી અને મરીન બાયોલોજીનો સમાવેશ થાય છે. રૂરલ સાયન્સ ફેકલ્ટીમાં રૂરલ સ્ટડીઝ અને સોશિયલ વર્ક નો સમાવેશ થાય છે.

ફેકલ્ટી ઓફ કોમર્સમાં કોમર્સ, ફેકલ્ટી ઓફ એજ્યુકેશનમાં એજ્યુકેશન અને ફિઝિકલ એજ્યુકેશન તેમજ ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં ઇકોનોમિક્સ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, સાયકોલોજી, સંસ્કૃત અને સોશિયોલોજીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેનેજમેન્ટ ફેકલ્ટીમાં મેનેજમેન્ટ અને હોમિયોપેથી ફેકલ્ટીમાં હોમિયોપેથી વિષયનો સમાવેશ આ પરીક્ષામાં કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...