તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Uni. Karma. Co operation Panel Elected Unopposed In Family Elections, Panel Elected For Third Year In A Row, Joint Consultative Committee Also To Be Considered

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમિટી અંગે વિચારણા:યુનિ. કર્મ. પરિવારની ચૂંટણીમાં સહકાર પેનલ બિનહરીફ ચુંટાઈ, સતત ત્રીજા વર્ષે પેનલ ચુંટાઈ, જોઇન્ટ કન્સલ્ટેટિવ કમિટી અંગે પણ વિચારણા

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. કર્મચારી પરિવારની 2020-2022 ની ચુંટણી નોટિસ તાજેતરમાં બહાર પડી હતી. ઉમેદવારો સિવાય અન્ય કોઈ ઉમેદવારોએ ઉમેદવારી ન નોધાવતા આ ટર્મ માટે બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રમુખ તરીકે અરવિંદ ગોહેલ, મંત્રી તરીકે ચિરાગ જોષી, વિભાગીય અધિકારી તરીકે દીક્ષિત દવે, જુનિયર સુપરિટેન્ડેન્ટ તરીકે ભરતભાઈ પરમાર, સિનિયર આસિસ્ટન્ટ તરીકે અજયસિંહ ઝાલા અને હરેશ બારૈયા બિન હરીફ ચુંટાયા હતા.

આસિસ્ટન્ટ તરીકે અરવિંદભાઈ બાબરીયા, ચોથા વર્ગના કર્મચારી તરીકે ઘનશ્યામસિંહ પરમાર, પરેશભાઈ તળાજીયા, ટેકનિકલ કર્મચારી તરીકે જીતેન્દ્રભાઈ વાળા, ટાઇપીસ્ટ તરીકે દિપકભાઈ પંડ્યા અને સ્ત્રી કર્મચારી તરીકે ઉર્વશી જોશીની નિમણુક કરવામાં આવી હતી. સહકાર પેનલના ઉમેદવારો સિવાય અન્ય કોઈ ઉમેદવારોએ ઉમેદવારી ન નોધાવતા સહકાર પેનલ સતત ત્રીજી વખત યુનિ. કર્મચારી પરિવારમાં ચુંટાઈ આવેલ છે. સહકાર પેનલ દ્વારા વખતો વખત વાર્ષિક અહેવાલ જાહેર કરવામાં આવે છે. કો - ઓપ્ટ અને આમંત્રિત સભ્યોની નિયુક્તિ આગામી કારોબારી સમિતિની મિટિંગમાં નક્કી થનાર છે. તેમજ યુનિ. સ્ટેચ્યુટ 147 અન્વયે યુનિ. કર્મચારી પરિવાર જોઇન્ટ કન્સલ્ટેટિવ કમિટીની રચના અંગે પણ વિચારણા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો