તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:યુનિવર્સીટી કર્મચારીનું કોરોનાથી મોત થશે તો પરિવારને રૂા. 10 લાખની સહાય

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તત્કાલ સહાયરૂપે 25 હજાર ફાળવાશે
  • 3 કર્મચારીને આ સહાય મળશે, હેપી ટુ હેલ્ટ અંતર્ગત ભાવનગરના જન્મદિને નિર્ણય

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં વહીવટી વિભાગ, ભવન કે યુનિ. સંચાલિત કોલેજના વહીવટી કે શૈક્ષણિક કોઇ પણ કાયમી કર્મચારીનું કોરોનાથી મોત થાય તો યુનિ. દ્વારા તેમના પરિવારને રૂા.10 લાખની સહાય આપવાનો નિર્ણય કરાયો છે તેમ કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું છે.

યુનિ. દ્વારા અગાઉ કોરોના અંતર્ગત વિદ્યાર્થીઓને આ રીતે સહાય આપવાનો નિર્ણય હેપી ટુ હેલ્પ અભિયાન અંતર્ગત કરાયા બાદ હવે યુનિ. ના વહીવટી વિભાગો, ભવનો અને યુનિ. સંચાલિત કોલેજોના તમામ વહીવટી કે શૈક્ષણિક કાયમી કર્મચારીનું કોરોનાથી મોત થાય તો રૂા.10 લાખની સહાય યુનિ. દ્વારા ફાળવાશે.

આ ઉપરાંત તેમના પરિવારને તત્કાલ રૂા.25 હજારની સહાય પણ આપવામા આવશે. તાજેતરમાં યુનિ. એસ્ટેટ વિભાગના ભરતભાઇ પરમાર, સાયન્સ કોલેજના બ્રહ્મભટ્ટભાઇ અને પરીક્ષા વિભાગના મહેશભાઇ ચારણીયાનું કોરોનાથી અવસાન થયું હોય આ ત્રણેય પરિવારના સભ્યોને આ સહાયની ચૂકવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...