તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:યુનિ. મેદાન હજુ સ્પોર્ટ્સમેનો માટે ખોલવામાં આવ્યું નથી, સ્વીમિંગ પૂલ, ખેલો ઇન્ડીયા, ક્રિકેટના આયોજન

ભાવનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
 • હવે કોરોના કાળ ઓસરી રહ્યો છે ત્યારે રમતવીરો માટે મેદાન આપવુ આવશ્યક

કોરોના ડિટેક્ટ થયો ત્યારથીઅન્ય તમામ પ્રવૃત્તિઓની સાથે સ્પોર્ટ્સ જગતની પ્રવૃત્તિઓ પર પણ સરકાર દ્વારા બ્રેક મારી દેવામાં આવી હતી પરંતુ હવે ધીમે ધીમે કોરોના ઓસરી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા સ્વિમિંગ પૂલ, ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા સહિતની રમતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે છતાં ભાવનગર યુનિવર્સિટીના મેદાનોમાં સ્પોર્ટ્સમેનોને પ્રવેશ આપવા દેવામાં આવી રહ્યો નથી.ભાવનગર યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી કેમ્પસ મધ્યે દરેક રમતો માટેના અધ્યતન મેદાનો બનાવવામાં આવ્યા છે અને હજુ ફૂટબોલ, ક્રિકેટ નું કામ ચાલુ છે. ગત માર્ચ માસથી કોરોના ને કારણે સ્પોર્ટ્સની તમામ પ્રવૃત્તિઓ પર બ્રેક લાગી જવાથી ભાવનગર યુનિવર્સિટીમાં ખેલાડીઓના પ્રવેશ પર પાબંદી લગાવી દેવામાં આવી હતી.

પરંતુ હવે જ્યારે સરકાર દ્વારા જ સ્પોર્ટ્સ અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ધીમે ધીમે રમતોના મેદાન ખોલવામાં આવી રહ્યા છે ત્યારે ભાવનગર યુનિવર્સિટી નું મેદાન ખેલાડીઓ માટે ખોલી દેવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.કોરોના અને ત્યારબાદના સમયગાળા દરમિયાન રમત જગતની પ્રવૃત્તિઓ પર સદંતર બ્રેક મારવામાં આવી હતી, તેના કારણે ખેલાડીઓની ફિટનેસ પર પણ અસર પડી રહી છે. જાગૃત ખેલાડીઓ પોતાની રીતે ફિટનેસ પર કાર્ય કરી રહ્યા છે, પરંતુ પોતાની ગેમને સતત પ્રેક્ટિસની જરૂર હોય છેે, અને તેના માટે મેદાનો પર જવું આવશ્યક હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો