તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શિકા:યુનિ. સંલગ્ન કોલેજો 31 ઓગસ્ટ સુધી બંધ રાખવા સરકારનો આદેશ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનલોક ત્રણની માર્ગદર્શિકા જાહેર કરાઈ
  • પ્રવેશ પ્રક્રિયા અને પરીક્ષા સંબંધી કાર્યવાહી માટે જરૂરી કર્મચારીઓને ફરજ પર બોલાવી શકાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંચાલિત અનુસ્નાતક ભવનના વડાઓ, સંલગ્ન કોલેજોના આચાર્યો તથા અન્ય વિભાગીય વડાને કુલપતિએ સૂચના આપી છે કે સરકાર દ્વારા અનલોક ત્રણની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જે મુજબ કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ તા. 31 ઓગસ્ટ સુધી બંધ રાખવા આદેશ કરાયો છે. આ અગાઉ જાહેર કરવામાં આવેલા પરિપત્રની સૂચનાઓનો અમલ કરવાનો રહેશે.

આ પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે સ્નાતક કક્ષાએ કોલેજોમાં હાલ પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ હોય તેમજ આગામી તારીખ 17 ઓગસ્ટથી અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ શરૂ થવાની હોય આ કામગીરી સંદર્ભે વિભાગના વડા, ભવનના અધ્યક્ષ તેમજ કોલેજના આચાર્યોએ શૈક્ષણિક તેમજ વહીવટી સ્ટાફ અને જરૂર પ્રમાણે બોલાવવાના રહેશે. આ પરિપત્રના ચૂસ્તપણે અમલ કરવા કુલ સચિવ ડો. કૌશિકભાઈ ભટ્ટે જણાવ્યું છે.

યુનિ.ની પરિક્ષાઓમાં થર્મલ સ્ક્રીનીંગ ફરજિયાત
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા જણાવાયું છે કે, તા.17 ઓગસ્ટ થી પરિક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને સેનેટાઈઝર અને થર્મલ સ્ક્રીનીંગ ની પ્રક્રિયામાંથી ફરજિયાત પસાર થવાનું હોય માટે પરિક્ષા સેન્ટર પર એક કલાક પહેલા આવવું ફરજિયાત છે. તમામ વિદ્યાર્થીઓને માસ્ક પહેરવાનું ફરજિયાત કહેવામાં આવ્યું છે. પરીક્ષાર્થી અને તેમના વાલીઓએ સોશીયલ ડિસ્ટન્સ રાખવું પણ ફરજિયાત છે.

અન્ય સમાચારો પણ છે...