તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:યુનિ. પરીક્ષામાં કોપી કેસના છાત્રો માટે હિયરીંગનો આરંભ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 61થી 120 સુધીનાનું હિયરીંગ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા આ વર્ષે લેવાયેલી વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓમાં કોપી કેસમાં ઝડપાઇ ગયેલા વિદ્યાર્થીઓ માટે નિયમાનુસાર હિયરિંગનો આજથી આરંભ થયો છે. જુદી જુદી પરીક્ષાઓમાં કુલ 157 વિદ્યાર્થીઓ કોપી કેસમાં ઝડપાઇ ગયા હતા.

આજે સુનાવણીના પ્રથમ દિવસે સવારે 11 કલાકથી 1થી 30 નંબરના પરીક્ષાર્થીઅોનું હિયરીંગ યોજાઇ ગયુ અને બપોરે 2.30 કલાકથી કોપી કેસ નંબર-31થી 60 સુધીનાનું હિયરીંગ યોજાઇ ગયું હતુ. હવે આવતી કાલ તા.26 ઓગસ્ટને ગુરૂવારે સવાર 11 કલાકે કોપી કેસ નંબર 61થી 90 અને બપોરે 2.30 કલાકથી કોપી કેસ ન઼બર 91થી 120 સુધીનાનું હિયરીંગ કરવામાં આવશે. જ્યારે અંતિમ દિવસ તા.27 ઓગસ્ટને શુક્રવારે સવારે 11 કલાકથી કોપી કેસ નંબર 121થી 140 અને શુક્રવારે બપોરે 2.30 કલાકથી કોપી કેસ નંબર 141થી 157 સુધીનાનું હિયરીંગ સાંભળવામાં આવશે તેમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...