યુનિ.એ 5 દિવસમાં નિર્ણય બદલ્યો:સાયન્સ કોલેજના પ્રોફેસરોની લાગણી સામે યુનિ. ઝૂકી, આચાર્ય યથાવત

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સા પી.પી. ઇન્સ્ટિ ઓફ સાયન્સના પ્રિન્સિપાલપદેથી જી.એમ.સુતરીયાને હટાવાનો નિર્ણય પાછો ખેંચાયો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંચાલિત સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ઇન્ચાર્જ પ્રિન્સિપાલપદેથી જી.એમ.સુતરીયાને બદલીને તેમના સ્થાને પ્રો.જે.એસ.શર્માને પ્રસ્થાપિત કરવાનો નિર્ણય યુનિ. દ્વારા કરાયા બાદ સાયન્સ કોલેજના મોટા ભાગના પ્રોફેસરોએ આ નિર્ણય બદલવા શિક્ષણ મંત્રી, કુલપતિ અને કુલસચિવ સમક્ષ સામૂહિક રજૂઆત કર્યા બાદ આખરે આજે યુનિ.એ આ પ્રોફેસરોની લાગણી અને માગણી સામે ઝૂકીને સાયન્સ કોલેજના પ્રિન્સિપાલપદે જી.એમ.સુતરિયાને યથાવત રાખવાનો નિર્ણય કરતા પ્રોફેસરોએ ખુશાલી વ્યક્ત કરી હતી.

ગત ગુરૂવારે યુનિ. દ્વારા એકાએક સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ઇન્ચાર્જ પ્રિન્સિપાલપદેથી જી.એમ.સુતરીયાને હટાવીને તેમના સ્થાને અગાઉ પ્રિન્સિપાલ પદે રહી ચૂકેલા જે.એસ.શર્માને મુકવા ઓર્ડર જાહેર તો કર્યો પણ કોલેજના 23 પ્રોફેસર પૈકી 17 પ્રોફેસરોએ આ બદલી સામે રજૂઆત કરી છે.

જેમાં જણાવાયું હતુ કે હાલ પારદર્શક વહીવટ છે અથવા તો બદલવા હોય તો સ્વચ્છ પ્રતિભાવંતને આ પદે બેસાડો અથવાતો હાલ જે સ્થિતિ છે તે યથાવત રાખો તેવી રજૂઆત કરી. આ આખરે યુનિ.એ આ મામલે આજે બદલી રોકવાનો અને પ્રઉજી.એમ.સુતરીયાને યથાવત રાખવાનો નિર્ણય કરતા પ્રોફેસરોએ હર્ષની લાગણી વ્યક્ત કરી કુલપતિનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...