તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:યુનિ. પ્રવેશમાં દિવ્યાંગોને 5 % ભરતીમાં 4 % અનામત મળશે

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇ.સી. સભામાં ભવન-3 કોલેજ અધ્યાપકોના બાકી 50% એરિયર્સનો હપ્તો મંજૂર કરાયો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની એક્ઝિક્યુટીવ કાઉન્સિલની ખાસ સભા યોજાઇ ગઇ જેમાં યુનિ.ની પ્રવેશ પ્રક્રિયામાં 5 ટકા અને ભરતીમાં 4 ટકા અનામત માનદંડક(બેન્ચ માર્ક) દિવ્યાંગજનો માટે અનામતનો લાભ આપવાનું સર્વાનૂમતે ઠરાવાયું હતુ. યુનિ.માં કાયમી કર્મચારીઓનું કોરોના વાયરસને લીધે ચાલુ ફરજે અવસાન થાય તો તેના પરિવારને રૂા.25,000 આર્થિક સહાય મંજૂર કરાઇ હતી.એક્ઝિક્યુટીવ કાઉન્સિલની બેઠકમાં ગુજરાત સરકારના નવનિયુક્ત પ્રતિનિધિ તરીકે નિયુક્ત થયેલા ચાર ઇ.સી.સભ્યોનું કુલપતિએ પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને સ્વાગત કર્યું હતુ.

ગત સભાની મિનિટસ, બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવીટીઝ તથા બોર્ડ ઓફ સ્પોર્ટસની મિનિટસને બહાલ કરવામાં આવી હતી. અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયેલા એકેડેમિક કેલેન્ડરને બહાલી અપાઇ હતી. ફાયનાન્સ કમિટિમાં સભ્યપદે બ્રિજરાજસિંહ ગોહિલની નિયુક્તિ કરવામાં આવી હતી. યુનિ. ભવનના અધ્યાપકો અને ત્રણેય કોલેજોના અધ્યાપકોના બાકીનો 50 ટકા ટિચર્સ એરિયર્સનો હપ્તો પણ મંજૂર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...