શિક્ષણ:યુનિ. પરીક્ષામાં કોપી કેસમાં 131 વિદ્યાર્થીઓ ઝડપાઇ ગયા, કોપી કેસમાં ઝડપાયલા માટે તા.17 અને 18 જાન્યુઆરીએ હિયરિંગ કાર્યક્રમનું આયોજન

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુનિ.ની વેબસાઇટ પર કાર્યક્રમ જાહેર કરાયો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં તાજેતરમાં લેવાયેલી વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓમાં કુલ 131 કોપી કેસ ઝડપાયા હતા. એમકેબી યુનિ. ખાતે ગત ઓક્ટોબરથી ડિસેમ્બર-2021 દરમિયાન લેવાયેલી જુદી જુદી વિદ્યાશાખાની પરીક્ષાઓમાં કુલ 131 કોપી કેસ ઝડપાયા હતા.

આ વિદ્યાર્થીઓ માટે હિયરિગ માટે સમયપત્રક જાહેર કરાયું છે જે મુજબ તા.17 જાન્યુઆરીને સોમવાર અને તા.18 જાન્યુઆરીને મંગળવાર બે દિવસ હિયરિંગ થશે. આ બે દિવસ દરમિયાન પરીક્ષામાં કોપી કેસ થયેલા વિદ્યાર્થીઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક સાટે સેશનવાઇઝ આયોજન કરાયું છે. આ સમગ્ર આયોજનની વિગતો યુનિ.ની વેબસાઇટ www.mkbhavuni.edu.in પર મુકવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...