તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ:ખદ:30 દેરાસરો અને 18 ઉપાશ્રયોના સંચાલનમાં કિરીટભાઈનું અવિસ્મરણીય યોગદાન

ભાવનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાવનગર જૈન સંઘના પ્રમુખ કિરીટભાઈનું નિધન
 • સાધુ-સાધ્વીજી ભગવંતોની સેવાથી લઈને સાધર્મિક ભક્તિ, પાંજરાપોળમાં અનેક કાર્યો કૂનેહથી કર્યા

સ્વ.કિરીટભાઈ શાહના અવસાનથી ભાવનગર જૈન સંઘને મોટી ખોટ પડી છે. વિશ્વમાં અજોડ એવા આપણા ભાવનગર શ્રી સંઘની તેઓએ પ્રમાણિકતા-નિષ્ઠા-સુઝ-બુઝ અને પોતાની વ્યવહારકુશળતાથી શ્રી સંઘને એક તાંતણે બાંધી સર્વ કોઈનો િવશ્વાસ-પ્રેમ અને ભાઈચારો પરંપરા મુજબ ટકી રહે તે માટે ભરપૂર પ્રયાસો તેઓનાં રહ્યાં છે. ભાવનગર શ્રીસંઘને તેઓની બહુ મોટી ખોટ પડી છે.ભાવનગર સંઘમાં તેમની ખૂબજ ઉમદા સેવા રહી છે. 30 દેરાસરો, 18 ઉપાશ્રયોનું સુચારૂ સંચાલનમાં તેઓની નિર્ણાયક ભૂમિકા રહી છે. પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોની સેવા સાધર્મિકોની ભક્તિ, સામાજિક મુશ્કેલીઓ પાંજરાપોળમાં વગેરે અનેક કાર્યો તેઓ કુનેહથી નિભાવતા હતા.

સ્વ.કિરીટભાઈ પ્રભુદાસભાઈ શાહ એક અદકેરૂ વ્યક્તિત્વ એટલે સ્વ.કિરીટભાઈ નાનપણમાં પરીક્ષા અને ધગશથી સ્વબળથી સંઘર્ષમય જિંદગી જીવી ખૂબજ મહેનત કરી તેઓ કલેકટર ઓફીસમાં સરકારી નોકરી કરીને બચપણના પિતાજીના સંસ્કારો દ્વારા જીવન જીવ્યા, ત્યારપછી મોટી મીલ ચલાવી પોતે બિઝનેસ કર્યો. બન્ને દિકરાઓ મોટો દિકરો નિલેશ અને નાનો દિકરો ડો.દિજેશભાઈને ભણાવી ગણાવી ખૂબજ સંસ્કારો આપીને એક પિતા તરીકેના પવિત્ર ફરજ અદા કરી ડો.દિજેશભાઈ આજે પણ પૂ.પિતાજીએ આપેલા ભવ્ય સંસ્કાર વારસાને જાળવી ડોકટર તરીકેની કારકિર્દીમાં સાચી અને યોગ્ય સલાહ આપીને સમાજમાં પ્રથમ પંક્તિના ન્યુરો સર્જન છે.

ભાવનગર જૈન સંઘમાં ધર્મ-સમાજ અને અધ્યાત્મને લગતા કોોઈપણ કાર્ય હોય કિરીટભાઈ હંમેશા તેના આયોજનમાં અગ્રેસર રહ્યા હતા અને તેથી સમાજમાં તેઓનું સ્થાન અદકેરૂ હતું. જેનું ગૌરવ હંમેશા સ્વ.કિરીટભાઈને હતું. નાની મોટી અનેક સંસ્થાઓમાં તેઓ સુઝબુઝથી સમાધાન દ્વારા અનેક પ્રશ્નોનું સહજતાથી નિરાકરણ લાવતા હતા. લાયન્સ કલબમાં પણ તેઓએ સેવા આપી હતી અને તેમના કાર્યકાળ દરમ્યાન ખૂબજ સમાજઉપયોગી કાર્યો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો