એક તરફ કોરોના મહામારીમાંથી ધીરે ધીરે ઉધોગ ધંધા બેઠા થઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ કાઉન્સિલ ઓફ સીવીલ એન્જિનિયરના સભ્ય બનવાના હઠાગ્રહ સામે સભ્ય બનવાની જટીલ અને અટપટી પ્રક્રિયાને કારણે રજીસ્ટ્રેશન અશક્ય જેવુ છે ત્યારે આગામી દિવસોમાં ભાવનગરમાં બાંધકામ પ્રવૃત્તિ અટકી પડે તેમ છે અને મજૂરો કડિયા, દાડિયા, કારીગરો સહિત તમામ બાંધકામ ક્ષેત્રે જોડાયેલા લોકો બેકારીના ખપ્પરમાં હોમાઈ જશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની પૂરી શક્યતા છે. ભાવનગરના 600 સહિત રાજ્યભરના 25 હજારથી વધુ સિવિલ એન્જિનિયર આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાવાની ભીતિ સર્જાઇ છે.
ગુજરાત કાઉન્સીલ ઓફ સિવિલ એન્જિનિયર્સ ની કચેરી દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રોફેશનલ પ્રેકટીસ કરનારા સિવિલ એન્જિનિયરને હાલમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરેલું છે. જ્યારે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજયુકેશન નીચે કમિટીનું ગઠન કરીને ભારત સરકાર દ્વારા દેશના એન્જિનિયર્સ માટે પ્રોફેશનલ એન્જિનિયર્સ બિલ પણ લાવી રહ્યા છે. ઓલ ઇન્ડિયા લેવલે બધા જ એન્જિનિયર એક જ કાયદા હેઠળ કામ કરવાના છે ત્યારે ગુજરાત પૂરતું અલગ કાઉન્સિલની રચના અને નિયમો વ્યર્થ જશે.
ગુજરાતમાં કાઉન્સિલ ઓફ સિવિલ એન્જિનિયરના સભ્ય બનવા માટે ફરજિયાત તો કર્યું છે પરંતુ રજીસ્ટ્રેશન માટે એટલી અટપટી અને જટિલ પ્રક્રિયા છે કે એન્જિનિયર દ્વારા સભ્યપદ મેળવવું અશક્ય સાબિત થાય. સમયનો વ્યય કરનારી અને જટિલ પ્રક્રિયાના કારણે જ વર્ષ 2018 થી આજ સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં 56 અને ભાવનગરમાં માત્ર 2 જ એન્જિનિયર રજીસ્ટ્રેશન કરાવેલ છે.
ભાવનગરના બે પૈકી એક એન્જિનિયર તો બરોડા પણ શિફ્ટ થઈ ગયા છે. જેથી હવે ભાવનગરમાં માત્ર એક જ એન્જિનિયર પાસે સભ્યપદ છે. અને જે સંદર્ભે પીએટા દ્વારા આજે કલેકટરને રજૂઆત કરી રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા સરળ બનાવવા માગણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં એન્જિનિયર્સ જોડાયા હતાં અને કલેક્ટરે પણ ગાંધીનગર કાઉન્સિલના પ્રેસિડેન્ટ સાથે વાત કરી હતી.
રજીસ્ટ્રેશન માટે શું છે મુશ્કેલી ?
સરકારે પ્રક્રિયા સંગઠનને બદલે R&B ને સોંપી
ભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં પ્રોફેશનલ પ્રેકટીસ કરતા સિવિલ એન્જિનિયરને કાઉન્સિલ ઓફ સિવિલ એન્જિનિયરમાં રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવી તેની સમગ્ર પ્રક્રિયા સરકારે આર. એન્ડ બી. ને સોંપી છે. ખરેખર પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર સંગઠનને આ કાર્યવાહી શું કરવી જોઈએ. એટલું જ નહીં 2018 થી આજ સુધીમાં જે 56 એન્જિનિયરને લાયસન્સ અપાયા છે તે પૈકી 10 તો સરકારી એન્જિનિયરને સભ્યપદ અપાયું છે. તે પણ અયોગ્ય છે.

Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.