વચનો અને વાસ્તવિકતા:દે બેરોજગાર : ભાવનગર જિલ્લામાં બે વર્ષમાં માત્ર બે ટકાને જ મળી સરકારી નોકરી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ 13,722 બેરોજગારો પૈકી માત્ર 276 ઉમેદવારને સરકારી નોકરી મળી
  • મહત્તમ રોજગારી આપવાનો સરકારનો દાવો પોકળ સાબિત : ભરતીની લેખિત પરીક્ષામાં ફીના જ રૂા.12 કરોડ મળ્યા

ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી આપતું મોડેલ રાજ્ય છે તેવા દાવા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં આ વાયકા સામે વાસ્તવિકતા બહાર આવી છે જે મુજબ ભાવનગર જિલ્લામાં છેલ્લાં બે વર્ષ દરમિયાન રોજગાર કચેરી દ્વારા કરાયેલી ભરતીમાં માત્ર 276 ઉમેદવારોને સરકારી નોકરી મળી છે. જ્યારે ભાવનગર જિલ્લામાં રોજગાર કચેરી ખાતે 31 જાન્યુઆરી, 2022ની સ્થિતિએ રોજગારોની કુલ સંખ્યા 13,722 છે. એટલે કે માત્ર 2 ટકા બેરોજગારોને સરકારી નોકરી અપાવવામાં રોજગારી કચેરીને સફળતા મળી છે.

લોક રક્ષક દળની પરીક્ષા માટે સૌ પ્રથમ 12 લાખ જેટલી અરજી મળી હતી એટલે એક ફોર્મના રૂ.100 લેખે સરકારને ફોર્મના જ રૂ.12 કરોડ જેટલી રકમ મળી હતી. જેમાં પરીક્ષા માટે સૌ પ્રથમ 12 લાખ જેટલી અરજી મળી હતી એટલે એક ફોર્મના રૂ.100 લેખે સરકારને ફોર્મના જ રૂ.12 કરોડ જેટલી રકમ મળી હતી. ગુજરાતમાં જે 1278 બેરોજગારોને જ સરકારી નોકરી આપવામાં આવી છે તેનો એકાદ વર્ષનો તો પગાર નિકળી જાય. ગુજરાતમાં જે 1278 બેરોજગારોને જ સરકારી નોકરી અપાઈ છે. તેનો એકાદ વર્ષનો તો પગાર નિકળી જાય.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીને પૂછેલા એક પ્રશ્નના જવાબમાં શ્રમ મંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતુ કે ભાવનગર જિલ્લામાં કુલ 13,722 તથા અમરેલી જિલ્લામાં 10,893 બેરોજગારી નોંધાયા છે. બે વર્ષમાં ભાવનગરમાં રોજગારી કચેરીના માધ્યમથી 276 અને અમરેલીમાં 49 ઉમેદવારોને. સરકારી નોકરી મળી છે. જો કે વધુમાં જણાવાયું છે કે સરકારી નોકરીની વિગતમાં અન્ય સરકારી ભરતીના આંકડા નથી. જિલ્લામાં 12,778 શિક્ષિણ બેજોરગારો છે અને 965 અર્ધ શિક્ષિત બેરોજગારો છે.

રાજ્યમાં 3.64 લાખ બેરોજગારો નોંધાયા
રાજ્યમાં બે વર્ષમાં માત્ર 1278 લોકોને જ સરકારી નોકરી આપવામાં આવી છે, જ્યારે 3.64 લાખ જેટલા શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. તાજેતરમાં જ જુનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી, LRD, બિન-સચિવાલય ક્લાર્ક, PSIની મળીને 20,359 જગ્યાઓ માટે 52 લાખથી વધુ ફોર્મ ભરાયા હતા.

આ તો માત્ર નોંધાયેલા બેરોજગારો
ભાવનગર જિલ્લામાં રોજગાર કચેરી ખાતે નોંધાયેલા 13,722 બેરોજગારો છે પણ ભણ્યા હોય અને રોજગારી ન મળી હોય તેવા સેંકડો યુવાનો અને યુવતીઓ હશે કે જેને રોજગારી મળી નથી. આ સંખ્યા જો ઉમેરવામાં આવે તો સમગ્ર જિલ્લામાં કુલ આંકડો હજારોને આંબે તેમ છે.

યુવાનોને સુરત જવાનો ક્રેઝ યથાવત
ભાવનગર માટે હીરાનો ઉદ્યોગ આર્થિક કરોડરજ્જૂ સમાન છે પણ છેલ્લાં થોડા વર્ષોમાં સુરત જવાનું વલગ વધ્યું છે. વધુ મહત્વાકાંક્ષા હોય તેમજ વધુ રળવાનીઆશા હોય તેવા યુવાનો ભાવનગરને બદલે સુરત પસંદ કરે છે. ભાવનગરમાં જે રત્ન કલાકારો છે તે બહુ ભણેલા હોતા નથી. કુશળ કારીગરોની તાણ પણ છે. > િવઠ્ઠલભાઈ મેંદપરા, અગ્રણી હીરા ઉદ્યોગ

બેકારીથી કંટાળી યુવકનો આપઘાત
થોડા સમય પહેલા જ મોટા શિતળા માતાના મંદિર પાસે મારૂતિનગરમાં રહેતા 35 વર્ષના વિજયભાઈ ગોબરભાઈ મકવાણાએ પોતાના ઘરે પંખાની હુક સાથે દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો વિજયભાઈ કડિયાકામમાં મજૂરી અર્થે જતાં હતા અને દિવાળી બાદ તેમને કામ નહોતું મળી રહ્યું જેથી આપઘાત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...