તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુળ મધ્ય પ્રદેશના અને હાલ ઇસોરા ગામે વાડીમા ખેત મજુરી કરતા દંપતિનું બાળક રાત્રે જબકી જતુ હોય તેની માટે દોરો કરી આપી બાળકની માતાને વળગાડ હોવાનું પતિને જણાવી તલ્લી ગામના ભુવાએ વિધીના બહાને તેણી સાથે દુષ્કર્મ આચર્યાની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
તળાજા તાલુકાના ઇસોરા ગામે આવેલી વાડીમા ભાગીયુ રાખી ત્રણેક વર્ષથી ખેત મજુરી કરતા મુળ મધ્ય પ્રદેશના પરિવારનું નાનુ બાળક રાત્રીના જબકી જતો હોય અને સતત રડતો હોય વાડીની બાજુમાં રહેતા ઇસોરા ગામના પાલીવાલ બ્રાહ્મણ ભરતભાઇ રાઘવભાઇ જાળેલાની વાડીમાં ખેત મજુરીનો ભાગ રાખી તળાજા તાલુકાના તલ્લી ગામના કોળી કાંતી વિઠ્ઠલભાઇ શીયાળ જે માતાજીના ભુવા હોય જેથી બાળકના પિતા તેમની પાસે ગયેલ.અને દીકરાની સમસ્યા જણાવતા ભુવાએ તેમને એક દોરો કરી આપેલ.અને જણાવેલ કે પુત્રને ભાવતી વસ્તુ તેના માથા ઉપરથી ઉતારીને ચાર ચોકડી પડતી હોય ત્યાં મુકી દેજો.અને દોરો બાળકના ગળામા બાંધી દેજો.બાદમા પતિ પણ ભુવા પાસે ગયેલ અને તેમને મુંજારો થતો હોવાનું જણાવેલ.અને સપનામાં નાગદેવતા આવે છે. અને તેમના રહેણાંકના ઝુંપડા પાસે ધન દાટેલુ હોય તેવુ દેખાય છે.તેમજ પત્નિને ડાકણ સપનામા આવે છે. અને તેને વળગાડ હોય તેવુ લાગે છે. જેથી તમો મારા ઝુંપડે આવી વિધી કરી આપો તેમ ફરીયાદી મહિલાના પતિએ ભુવાને જણાવેલ.જેથી ભુવાએ માતાજીની મંજુરી લઇને વિધિ કરી દઇશ તેમ જણાવેલ.
બાદમા ગત તા.29/12 ના રોજ ભુવો કાંતી શિયાળ રાત્રીના 9-30 કલાકે તેમના ઝુંપડામાં ગયેલ.તે વખતે તેણીના પતિ, દિયર અને બાળકો ઘરે હાજર હતા.ભુવાએ પછેડી પાણરીને માતાજીનો દીવો તથા અગરબતી કરીને દાણા નાખેલા અને ફરિયાદી મહિલાને કહેલ કે મહિલાને ડાકણનો વળગાડ છે. તેને દુર કરવાની મંજુરી માતાજીએ આપેલ છે. વળગાડ દુર કરવા મહિલાએ પહેરેલ કપડા ઉતારીને એકાંતમા ઝુંપડામાં રાખીને માતાજી નો મંત્રેલ દોરાનું માપ લેવાનુ હોય છે. અને આ વીધી કરવી ફરજીયાત છે. તેમ કહેતા પતિએ કશો વાંધો ન હોવાનુ જણાવતા ભુવાએ પતિ, દિયર અને બાળકોને ઝુંપડાની બહાર અડધી કલાક માટેમોકલી દીધેલા.તેઓ બધા બાજરીના વાવેતરમા જતા રહેલા.અને રાત્રીના 10-30 વાગ્યે ભુવા અને મહિલા એકલા હતા. તે વખતે મહિલાને ભુવાએ તમામ કપડા કાઢી નાખવાનુ કહેલ.જેથી મંત્રેલા દોરાનુ માપ લઇ શકાય તેમ જણાવી મહીલાના કપડા .તરાવેલ. બાદમા ભુવાએ પણ પોતાના તમામ કપડા કાઢી નાખેલ. અને તેણી ઉપર દુષ્કર્મ આચરેલ. અને આ એક વીધીનો ભાગ છે.
આ બાબતે કોઇને કશું કહેશે તો ભુવાએ મહિલાને મારી નાખવાની ધમકી આપેલ.બાદમા વીધી પુરી થયાનુ જણાવી પતિ,દિયર અને બાળકોને ઝુંપડામા બોલાવી વીધી પુરી થયાનુ જણાવેલ.અને ભુવા જતા રહેલા. બાદમા આ બાબતની જાણ તેણીએ તેમના પતિને કરતા મામલે તળાજા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવઇ છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.