ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલ સરકારી ઈજનેરી કોલેજ ખાતે કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે થેલેસેમિયા સ્ક્રીનિંગ તથા હેલ્થ-ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને થેલેસેમિયા સ્ક્રીનિંગ કરાયું
શહેરના વિદ્યાનગર ખાતે આવેલ સરકારી ઈજનેરી કોલેજ ખાતે આજરોજ મંગળવારના રોજ NSS યુનિટ દ્વારા Y-Gen Health Care અમદાવાદના સહયોગથી કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓઓનું "થેલેસેમિયા સ્ક્રીનિંગ" કરવામાં આવ્યું હતું, આ નિમિતે સૌપ્રથમ સંસ્થાના આચાર્ય ડો. જી.પી.વડોદરીયા દ્રારા પ્રસંગીક સંબોધન કરવામાં આવ્યું અને ત્યારબાદ કોલેજમાં અભ્યાસ કરતાં બાળકોને થેલેસેમિયા શું છે તેની સમજણ આપવામાં આવી હતી.
450 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો
સંસ્થા દ્રારા થેલેસેમિયા ટેસ્ટની સાથે સાથે નેત્ર-રોગ નિદાન કેમ્પ અને ડેન્ટલ-ચેકઅપનું પણ આયોજન કરવાંમાં આવ્યું હતું અને કુલ 450 જેટલા વિદ્યાર્થીઓઓએ આ સુવિધાનો લાભ લીધો હતો. આ હેલ્થ ચેકઅપને સફળ બનાવવા કોલેજના અધ્યાપક પ્રો.અમીષા પાઠક તથા અન્ય સ્ટાફ-મેમ્બર્સએ ભારે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.