તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કોરોના કાબુમાં, ધો.10-12નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેક્ટિકલ શિક્ષણ મળવાથી લાભ થશે
  • ગ્રામ્ય વિસ્તારમાં વર્ગ શિક્ષણ શરૂ કરવા શૈક્ષિક મહાસંઘની રજૂઆત

કોરોનાની મહામારી ને લીધે લાંબા સમયથી શાળાઓમાં ઓફલાઈન એટલે કે વિદ્યાર્થીઓને વર્ગમાં રૂબરૂ આવીને ભણવાનું બંધ છે અને ઓનલાઇન શિક્ષણ શરૂ છે. વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ સમગ્ર ગુજરાતમાં ઘટયું છે અને બીજી લહેર લગભગ કાબૂમાં આવી ગઈ છે ત્યારે ખાસ કરીને કારકિર્દી માટે ખુબ જ અગત્યના એવા ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગોનું ઓફલાઈન શિક્ષણ પરિસ્થિતિને ધ્યાને રાખીને ક્રમશઃ શરૂ કરવામાં આવે તેવી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ઓનલાઇન શિક્ષણ છેલ્લા 15 માસથી અપાઇ રહ્યું છે જેમાં વિદ્યાર્થીઓ વાસ્તવિક રીતે શાળામાં હાજરી આપી શક્યા નથી અને આટલો લાંબો સમય શાળા થી દૂર રહેવાને કારણે વિદ્યાર્થીઓના ઘડતર પર વ્યાપક અસર પડી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ઓનલાઇન શિક્ષણનો પ્રયોગ સફળ રહ્યો નથી. કારણ કે ઘરમાં પૂરતા મોબાઈલની અછત તેમજ નેટવર્કના પ્રશ્નો આજે પણ યથાવત છે.

અન્ય સમાચારો પણ છે...