શિક્ષણ વિભાગનો નિર્ણય:સંસ્કૃત સાધના અંતર્ગત સંસ્કૃત ભાષાની હયાત સંસ્કૃત પાઠશાળાઓનું સશક્તિકરણ કરાશે

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 સરકારી, 34 અર્ધસરકારી અને 9 અનુદાનિત એમ કુલ 46 પાઠશાળાનું સશક્તિકરણ કરવામાં આવશે
  • છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ફૂડ બિલ સહાય રૂ.12 હજાર આપવામાં આવશે

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે સંસ્કૃત સાધના અંતર્ગત સંસ્કૃત ભાષા સાહિત્ય ભારતીય સંસ્કૃતિ માટે તત્વચિંતનના સંવર્ધન માટે હયાત સંસ્કૃત પાઠશાળાઓનું સશક્તિકરણ કરવાનો ઐતિહાસિક નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

46 પાઠશાળાનું સશક્તિકરણ કરવામાં આવશે
મંત્રીએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા સાહિત્ય ભારતીય સંસ્કૃતિ માટે તત્વ ચિંતનના સંવર્ધન માટે હયાત 3 સરકારી, 34 અર્ધસરકારી અને 9 અનુદાનિત એમ કુલ 46 પાઠશાળાનું સશક્તિકરણ કરવામાં આવશે. સંસ્કૃત ભાષાની જાળવણી તેમજ સંસ્કાર અતિ મહત્વના છે ત્યારે સંસ્કૃતમાં તેની જાગૃતતા વધે એ હેતુથી ચાલતી પાઠશાળાઓ માટેનો અગત્યનો નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો છે

તમામ પાઠશાળાઓને 100 ટકા ગ્રાન્ટ
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે 6, 7, 8 ના વર્ગો શરૂ કરવા પૂર્વ માધ્યમમાં 9 અને 10 અને પૂર્વ વર્ગમાં ધો.11 અને 12ના વર્ગોનું નિયમન કમિશનર શાળાની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવશે, તમામ પાઠશાળાઓને 100 ટકા ગ્રાન્ટ તેમજ નિભાવ ગ્રાન્ટ આપવામાં આવશે. આ શાળાઓમાં અધ્યાપકો નિમણૂક કેન્દ્રીયકૃત પદ્ધતિથી કરવામાં આવશે. આ ઉપરાંત છાત્રાલય ગૃહપતિ, રસોઈ, હેલ્પર, અધ્યાપક, ચોકીદારની વ્યવસ્થા માટેની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...