નવતર પહેલ:હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેડક્રોસ ખાતે રક્તદાન કરનાર રક્તદાતાઓને તિરંગો અર્પણ કરાશે

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

રેડક્રોસ સંચાલિત ઉત્તમ એન.ભુતા-રેડક્રોસ બલ્ડ બેન્ક દ્વારા 15 ઓગસ્ટ સુધી દરેક રક્તદાતાને તિરંગો અર્પણ કરવામાં આવશે તથા રક્તદાન કેમ્પ આયોજકોને રક્તદાન શિબિરનું આયોજન કરવા સંસ્થાઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

તિરંગો ભેટ આપવામાં આવશે
દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે હરઘર તિરંગા અભિયાન અંતર્ગત રેડક્રોસ ખાતે રક્તદાન કરનાર રક્તદાતાઓને તિરંગો ભેટ આપવામાં આવશે.

રેડક્રોસ સંચાલિત ઉત્તમ એન.ભુતા- રેડક્રોસ બલ્ડ સેન્ટર (બ્લડ બેન્ક) દ્વારા 15 ઓગસ્ટ સુધી રેડક્રોસ સોસાયટી, દિવાનપરા રોડ, ભાવનગર ખાતે રક્તદાન કરનાર દરેક રક્તદાતાને તિરંગો અર્પણ કરવામાં આવશે. સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 15 ઓગસ્ટ સુધીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવા માંગતા લોકોને રેડક્રોસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...