તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાડમારી:ઉંડવી આરોગ્ય કેન્દ્રનું બિલ્ડીંગ નાનુ હોય દર્દીઓને ભારે હાડમારી

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓ બાટલો ચડાવવા આવે તો બેડની પણ સુવિધા નથી, વેક્સિન માટે પણ લાઇનમાં તડકામાં ઉભા રહે છે

કોરોના કાળ દરમ્યાન આરોગ્ય સુવિધાની મહત્વતા પ્રજા અને સરકાર બંનેને સમજાઈ છે. છતાં પણ હજુ તંત્ર સુધરતું નથી. ભાવનગર તાલુકાના ઉંડવી ગામે આવેલા આરોગ્ય કેન્દ્રમાં અનેક અપૂરતી સુવિધાઓને કારણે લોકોને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. પીએચસી સેન્ટર બનાવવા માટે 1800 ચોરસ મીટર વાર જગ્યા ફાળવી તો તેમાં એક નાનકડું બિલ્ડીંગ બનાવ્યું અને બાકીની જગ્યા ખુલ્લી બિનઉપયોગી પડી છે.

ઉંડવી પીએચસી સેન્ટરમાં લોકોને જરૂરિયાત મુજબ સારવાર મળતી નથી. દર્દીઓને બાટલા ચડાવવા હોય તો બેડની સુવિધા પણ નથી. લોકો કોરોના ટેસ્ટિંગ કે રસી અપાવવા આવે ત્યારે પણ લાઈનમાં તડકામાં ઊભું રહેવું પડે છે. પીએચસી સેન્ટર નીચે સાત ગામ આવે છે છતાં નાના બિલ્ડિંગમાં કામ રોડવે છે.

બાકી રહેતી ખુલ્લી જગ્યા બિન ઉપયોગી પડી રહેવાને કારણે અતિશય ગંદકી પણ થાય છે. પીએચસી સેન્ટર ની ખુલ્લી જગ્યામાં કમ્પાઉન્ડ પણ નહીં કરતા ગાય અને કુતરા તેમજ આવારા તત્વો પડયા પાથર્યા રહેતા હોય છે. ઉંડવી ગ્રામ પંચાયત એ ફાળવેલી જગ્યા નો સદુપયોગ થાય તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યા હોવાનું કરદેજના હકાભાઈ ડાંગરે જણાવ્યું છે. જે સંદર્ભે જિલ્લા પંચાયતને પણ રજૂઆત કરી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...