તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનાળાની જમાવટ:40.2 ડિગ્રી સાથે 28 કિ.મી.ની ઝડપે લૂ ફૂંકાતા અસહ્ય ઉકળાટ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે ઉષ્ણતામાન 29.4 ડિગ્રી નોંધાયું
  • ભાવનગરમાં હવામાં ભેજનું પ્રમાણ સતત બીજા દિવસે 30 ટકા નોંધાતા નગરજનોએ અસહ્ય બફારો અનુભવ્યો

ભાવનગર શહેરમાં મે માસના બીજા સપ્તાહમાં ગરમી વધતી જાય છે. આજે મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું અને તેમાં બપોરના સમયે 28 કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાતા આખો બપોર અસહ્ય ઉકળાટનો અનુભવ ભાવેણાવાસીઓને થયો હતો.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે અાજે વધીને 40.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું હતુ અને સાથે પવનની ઝડપ વધીને 28 કિલોમીટર થતા બપોરના સમયે પંખા ફુલ સ્પીડે શરૂ હોય તો પણ બફારો વર્તાતો હતો. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન નજીવું ઘટીને 29.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ.

શહેરમાં ગઇ કાલે પવનની ઝડપ ઘટીને 14 કિલોમીટરથઇ ગઇ હતી તે આજે બમણી વધીને 28 કિલોમીટર થઇ જતા મોડી સાંજે આહલાદક માહોલ અનુભવાયો હતો. ગઇ કાલની જેમ આજે પણ શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 30 ટકા રહ્યું હતુ. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં મે મહિનાના બીજા સપ્તાહમાં ગરમીની જમાવટ થઈ છે અને આગામી દિવસોમાં ગરમીના પારો વધશે તેવી આગાહી છે.

અન્ય સમાચારો પણ છે...