પારિવારિક બબાલ:ભત્રીજો સરકારી નોકરી કરતો હોય તે ન જોઈ શકતા કાકાએ ભત્રીજાના ઘર પર પથ્થરમારો કર્યો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભત્રીજાએ કાકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક પરીવારના બે યુવાનો સારી સરકારી નોકરી કરતાં હોય આથી આ કુટુંબના કાકા ભત્રીજાઓની પ્રગતિથી ઈર્ષા ભાવમાં સળગતા ભત્રીજાના ઘર પર પથ્થરમારો કરતાં ભત્રીજાએ કૌટુંબિક કાકા વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કૌટુંબિક કાકા ભત્રીજાઓની પ્રગતિ જોઈ ન શકતા
સમગ્ર બનાવ અંગે ડી-ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ડ્રાઈવર કોલોનીમાં રહેતા અને બેંક ઓફ ઈન્ડિયા માં ફરજ બજાવતા ભાવેશ નારણ પડાયાએ તેના કૌટુંબિક કાકા અરવિંદ વેલજી પડાયા વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી ભાવેશ તથા તેનો ભાઈ બેંકમાં સરકારી નોકરી કરતાં હોય આથી કૌટુંબિક કાકા ભત્રીજાઓની પ્રગતિ જોઈ ન શકતા આરોપી અરવિંદે ભત્રીજાના ઘર પર પથ્થરમારો કરતાં ભત્રીજાએ કાકા અરવિંદ વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...