કાર્યવાહી:અધેવાડામાં ઉલ્ટી ગંગા: દુધ માંગતા દારૂ પણ મળતો હતો

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિદેશી દારૂ સહિત 12.70 લાખનો મુદ્દામાલ કબ્જે
  • ​​​​​​​અમૂલ દુધના​​​​​​​ કેરેટ પાછળ છુપાવી અધેવાડામાં દારૂનો વેપાર કરતા પ્રવિણ સામે પોલીસે ગુન્હો નોંધીયો

અધેવાડા ગામે રૂ. 4.93 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરતનગર પોલીસે ઝડપી પાડ્યો છે. દુધના ધંધાની આડમાં વિદેશી દારૂનું વેચાણ થતું હતું. ભરતનગર પોલીસે કુલ રૂ. 12.70 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ગુન્હો નોંધ્યો હતો.

અધેવાડા ગામે આવેલા પ્લોટ નં. 70માં પ્રવિણ રાઠોડ નામનો શખ્સ વિદેશી દારૂનો જથ્થો રાખી વેપાર કરતો હોવાની બાતમીના આધારે ભરતનગર પોલીસની ટીમે ગત રાત્રીના તપાસ કરતા આ પ્લોટમાં રાખેલી અતુલ રિક્ષા નં. જીજે-1-બીએક્સ-5102માં રાખેલા અમુલ દુધના કેરેટ પાછળ છુપાવેલી વિદેશી દારૂની 27 પેટીમાં રાખેલી કુલ 324 બોટલ તથા આઈસર નં. જીજે-07-વાય-5595માં રાખેલી 92 પેટીમાંથી કુલ 2868 બોટલ વિદેશી દારૂ મળી કુલ રૂ. 12,70,880નો મુદ્દામાલ ભરતનગર પોલીસે કબ્જે લઈ પ્રવિણ શામજીભાઈ રાઠોડ (રહે. કૃષ્ણનગર, ભાવનગર) તથા બંન્ને વાહનોના માલિક અથવા ચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો. દુધના વેપારની આડમાં અહીં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનું ખુલ્યું હતું.

દારૂ મળે બુટલેગર નહીં
પોલીસ વારંવાર દારૂ અંગે દરોડા પાડે છે. પણ બુટલેગરો પકડાતા નથી. આ કેસમાં પણ આવુ જ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...