શિક્ષણ:કોલેજોમાં 25 ટકા ઓનલાઇન પૂરો કરવા યુજીસીની ભલામણ

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા શૈક્ષણિક સત્રથી કોલેજોમાં 75 ટકા જ શિક્ષણ વર્ગખંડમાં કરાશે
  • ડિજિટલ માધ્યમનો પ્રભાવ વધશે

યુનિ. કક્ષાએ લેવાનારી પરીક્ષાઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા જે રીતે તખ્તો ઘડાયો છે તે મુજબ પરીક્ષાનો સમયગાળો 3ને બદલે 2 કલાકનો રખાશે અને જરૂર પડે પરીક્ષાઓ મલ્ટીપલ શિફ્ટમાં લેવાની રહેશે તેમજ પરીક્ષા માટે તાલુકા કે સ્થાનિક કક્ષાએ  પરીક્ષાના કેન્દ્રો ગોઠવવાના રહેશે. બીજી બાજુ યુજીસી દ્વારા રચાયેલી કમિટીનાં સૂચનો મુજબ વિવિધ ફેરફાર કરાવાના રહેશે જેમાં યુનિવર્સિટી-કોલેજોમાં 25% કોર્સ ઓનલાઇન પૂરો કરવા ભલામણ કરાઇ છે તેમજ કોલેજોએ વર્ચ્યુઅલ ક્લાસરૂમ માટે તૈયાર રહેવું પડશે.

નવા 2020ના શૈક્ષણિક સત્રની પણ સૌને ચિંતા સતાવી રહી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા નિમવામાં આવેલી તજ્જ્ઞોની સમિતિ દ્વારા નવા શૈક્ષણિક સત્રમાં યુનિવર્સિટીની કોલેજોમાં 25% અભ્યાસક્રમ ઓનલાઇન પૂરો કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે. અઠવાડિયામાં છ દિવસ કામગીરી અને દરેક કોલેજ વર્ચ્યુઅલ ક્લાસરૂમ માટે તૈયાર રહે તેવી તાકીદ પણ કરવામાં આવી છે.

યુજીસીએ નિમેલી તજ્જ્ઞોની સમિતિએ જુલાઈમાં પરીક્ષા બાદ ઓગસ્ટથી નવા સત્રના આરંભની તાકીદ કરી છે. સમિતિ દ્વારા નવા સત્રના મુદ્દે પણ ભલામણ કરવામાં આવી છે. નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન 25% અભ્યાસક્રમ ઓનલાઇન પૂરો કરવામાં આવે તેવી તાકીદ યુનિવર્સિટી-કોલેજોને કરાઈ છે. 75% કોર્સ વર્ગખંડમાં શિક્ષણ કાર્ય થકી પૂરો કરાશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવાની ભલામણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...