ઓનલાઈન પરીક્ષા:5 જુલાઇથી યુનિ.ના યુજી સેમ-6 અને પીજી સેમેસ્ટર 2-4ની પરીક્ષા લેવાશે

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ હવે પછી ઓનલાઈન જાહેર કરાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા સ્નાતક કક્ષાએ સેમેસ્ટર-6 તથા અનુસ્નાતક કક્ષાએ બીજા અને ચોથા સેમેસ્ટરની તેમજ એલએલબી સેમ.1 અને 6, બીએડ અને બીએડ એચઆઇએમ સેમ-2-4, એમસીએ સેમ-1, એમબીએ સેમ 1-4, એમએચઆરડી સેમ 2-4, ટીવાયબીએ ટીવાયબીકોમ એક્સટર્નલની પરીક્ષાઓ તા.5 જુલાઇથી 13 જુલાઇ દરમિયાન લેવામાં આવશે. જ્યારે રિપીટર પરીક્ષામાં યુ.જી. સેમ 1,3,5 તથા પી.જી. સેમ 1,3, તમામ ડિપ્લોમા કોર્સની સેમ 1-3, એલએલબીના સેમ 3 અને 5ની પરીક્ષાઓ તા,15 જુલાઇથી 23 જુલાઇ સુધી લેવાશે.

આ ઉપરાંત પ્રથમ અને દ્વિતીય વર્ષ બી.એ. અને બી.કોમ. તથા એમએ/એમકોમ(પાર્ટ 1 અને 2-એક્સટર્નલ) તેમજ ડિપ્લોમા સેમેસ્ટર 2 અને 4ની પરીક્ષાઓ 26 જુલાઇથી 5 ઓગસ્ટ દરમિયાન લેવાશે. આ તમામ પરીક્ષાઓ ઓફલાઇન મોડમાં લેવાશે. 5 જુલાઇથી શરૂ થનારી પરીક્ષાનો કાર્યક્મ ટૂંક સમયમાં વેબસાઇટ પર મુકાશે. યુનિ.એ નિયત કરેલા ગ્રામ્ય વિસ્તારના પરીક્ષાના સેન્ટર પર વિદ્યાર્થીને સેન્ટર ચેન્જ કરવાની તક આપવામાં આવશે. આ અંગેની જાણ યુનિ.ની વેસબાઇટ પરથી કરવામાં આવશે.

પરીક્ષા દરમિયાન બહારગામના વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલમાં વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવશે. કોરોનાની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...